‘બે ઝીરો બે ચાર’ - આની સાથે નીચેના ચાર પૈકીનો કયો વિકલ્પ બંધ બેસે છે?
(A) 0044 (B) 2024,
(C) 0024 (D) 2044
બોલો, બોલો... કેમ ચૂપ થઈ ગયા?
•••
જિગોઃ શું ખાય છે?
ભૂરોઃ નાઈસલી ચોપ્ડ ગ્રીન ઓનિયન એન્ડ સ્મેશ્ડ પ્રોપરલી વિથ ઇન્ડિયન તડકા વિથ ધ અરોમા ઓફ ટ્રેડિશનલ સ્પાઇસિસ એન્ડ એક્સક્વિઝીટલી ટોપ્ડ વિથ ચિકપીઆ ફ્લોર નુડલ્સ એન્ડ કોરિએન્ડર.
જિગોઃ આવું તે વળી શું બનાવ્યું છે?
લીલીઃ અલ્યા, ગાંઠિયા-ડુંગળીનું શાક અને ભાખરી ખાય છે.
•••
ભૂરોઃ કેમ ટેન્શનમાં છે?
જિગોઃ યાર મારો ટુવાલ કલાક પહેલાં અહીં સુકવ્યો હતો કોઈ લઈ ગયું.
લીલીઃ કયો ટુવાલ? તમે ગોવાની હોટેલમાંથી લઈ આવ્યા હતા એ?
•••
લીલીઃ ગઇકાલે રાત્રે તમે ઊંઘમાં મારા વિશે અને મારા માતાપિતા વિશે બેફામ બોલતા હતા, અમને ટોણા મારતા હતા.
ભૂરોઃ હું ઊંઘમાં નહોતો.
•••
ભૂગોળના શિક્ષિકા એકદમ દુબળા-પાતળા હતા તેમનું પોસ્ટિંગ ગામની સ્કૂલમાં થયું એક દિવસ ક્લાસમાં બાળકોને સવાલ કર્યો બોલો પૃથ્વી શા માટે ફરે છે?
વિદ્યાર્થી: ટીચર થોડું ખાવાનું રાખો, જમ્યા વિના આવશો તો ધરતી ફરતી જ દેખાશે.
•••
ચંગુ: મમ્મી તમે કહો છોને પરીઓ ઊડે છે તો પડોશવાળા આંટી કેમ નથી ઉડતા?
મમ્મીઃ તને કોણે કહ્યું કે એ પરી છે?
ચંગુ: પપ્પાએ,
મમ્મી: એમ, તો આજે આંટી અને પપ્પા બંને ઉડશે.
•••