પત્ની : મારે એક શ્વાન ખરીદવો છે
પતિ: કેમ, શી જરૂર છે?
પત્ની: તમે ઓફિસ જતા રહો છો તે પછી ઘરમાં કોઈ તો મારી પાછળ પૂંછડી હલાવતું ફરનાર હોવું જોઈએ ને!
•••
ચંગુ ડોક્ટરને બતાવવો ગયો.
ડોક્ટરઃ તમારી બીમારી સમજાતી નથી. શક્ય છે કે દારૂને કારણે આમ થતું હોય.
ચંગુઃ કોઈ વાંધો નહીં સાહેબ, તમારો નશો ઊતરી જાય તે પછી હું ફરી આવીશ.
•••
પત્ની (બહેનપણીને)ઃ મારા પતિ કરતાં તો વધારે સન્માન મને મારા કપડાં આપે છે.
બહેનપણીઃ એમ? કઈ રીતે?
પત્નીઃ જ્યારે પણ કબાટ ખોલું છું બે-ત્રણ કપડાં સીધા મારા પગમાં આવી પડે છે.
•••
દીકરો દારૂ પીને ઘરે આવ્યો અને મમ્મીના ઠપકાથી બચવા લેપટોપ ખોલીને બેસી ગયો.
મમ્મીઃ બદમાશ, તું આજે ફરી દારૂ પીને આવ્યો છે ને?
દીકરોઃ ના મમ્મી..
મમ્મીઃ તો આ સૂટકેસ ખોલીને શું કરે છે?
•••
મનિયો: પપ્પા તમને અંધારાથી ડર લાગે છે?
પપ્પા: ના બેટા...
મનિયોઃ તો વાદળ, વીજળી અને ઘોંઘાટથી?
પપ્પા: બિલકુલ નહીં...
મનિયો: એટલે પપ્પા તમે મમ્મી સિવાય બીજા કોઈથી નથી બીતા એમ જ ને?
•••
છોકરીએ ATM પાસે ચંગુને કહ્યુંઃ ભાઈ, મારે બેલેન્સ ચેક કરવું છે. મારી મદદ કરશો?
ચંગુએ છોકરીને જોરથી લાત મારી. છોકરી પડી ગઈ કે તરત ચંગુએ કહ્યુંઃ બેન, તમારું બેલેન્સ બહુ ખરાબ છે.
•••