હોટેલમાં જમવાનું 900 રૂપિયાનું બિલ આવેલું જોઈને ગ્રાહક બેભાન થઈ ગયો.
થોડી વાર પછી ભાનમાં આવતાં એની સામે 920નું બિલ મૂકવામાં આવ્યું.
‘ભાઈ! આ 20 રૂપિયા શેના વધીને આવ્યા?’
‘તમે બેભાન થઈ ગયા હતા તો ભાનમાં લાવવા માટે બિસ્લેરીની બોટલ લાવીને પાણી છાંટ્યું એના.’
•••
‘ચાલ ભાઈ! પંજાબ મેઈલની ઝડપે દાઢી કરી દે. મારે ઉતાવળ છે...’
વાળંદે ફટાફટ દાઢી કરી દીધી પછી ગ્રાહકે દાઢી ઉપર હાથ ફેરવીને કહ્યું, ‘ભાઈ! આમાં ઝીણા ઝીણા વાળ તો રહી ગયા!’
‘રહી જ જાય ને! પંજાબ મેઈલ નાના નાના સ્ટેશને નથી લેતો!’
•••
ચંગુ: મમ્મી આજે મેં એક છોકરાને બહુ માર્યો
મમ્મીં : કેમ? એવું તો શું કર્યું હતું એણે?
ચંગુ: મારી પેન નહોતો આપતો એટલે
મમ્મી: અરે ડોબા, તારી પેન તો તું ઘરે ભૂલીને ગયો હતો.
•••
કર્મચારી: સર, બહુ વરસાદ છે. શું આજે ઓફિસ આવવાનું છે?
બોસ: તું જ વિચારી લે, આખો દિવસ કોની કચકચ સાંભળવી છે? મારી કે પત્નીની?
કર્મચારી: સારું બોસ આવું છું
•••
જજઃ તમારા પર આરોપ છે કે તમે વર્ષોથી તમે તમારી પત્નીને ડરાવી-ધમકાવીને રાખી છે
આરોપી: જજ સાહેબ, વાસ્તવમાં...
જજ: અરે ભાઈ સફાઈ નહીં આપ, આવું કઇ રીતે શક્ય બને તેની રીત જણાવ!
•••
‘મને આશા છે તમને મારી સાથે જમવામાં કંઈ વાંધો નહીં જ હોય...’
‘ના ભાઈ! બિલ્કુલ નહીં...’
‘...તો પછી આજે બપોરે હું તમારા ઘરે જમવા આવીશ!’
•••
તમે અવસાન નોંધ છાપવાના કેટલા પૈસા લો છો?
એક કોલમ ઈંચના દોઢસો રૂપિયા!
તો તો ભાઈ, મને ન પોસાય. મારા બાપુજી સાડા પાંચ ફૂટ ઊંચા હતાં.
•••
વિદેશની ક્રિકેટ ટીમના કેપ્ટને ફરિયાદ કરી કે આ પીચ પર તો ઘાસ સાવ ઓછું છે.
ભારતીય ક્રિકેટના કેપ્ટને કહ્યું કે તમે અહીં ક્રિકેટ રમવા આવ્યા છો કે ઘાસ ખાવા!
•••
રાજુઃ તમે કહેતા હતા કે ને તમારે ત્યાં બે કાર છે.
સંજુઃ હા, બે કાર છે જ ને જુઓ, એ બંને શો કેસમાં પડી!
•••