જિગોઃ તારો એક્સિડન્ટ થયો હતો છતાં પોલીસે તને કેવી રીતે જવા દીધો.
ભૂરોઃ મારી પાસે નિર્દોષ હોવાના પુરતા પુરાવા હતા.
જિગોઃ કેવા પ્રકારના પુરાવા?
ભૂરોઃ મેં કહ્યું કે હું મારી પત્નીને લેવા જતો હતો તેથી મારી ગાડી સ્પીડમાં હોઈ જ ન શકે.
•••
ચંગુ (પોતાની મમ્મીને): મા હું જીવનમાં આગળ વધવા માટે શું કરું?
મમ્મી: આ પથ્થર લે અને સૌથી પહેલા તો તારો મોબાઇલ તોડી નાંખ.
•••
મનિયો જલેબી વેચી રહ્યો હતો પરંતુ, ‘બટાકા લઇ લો... બટાકા લઇ લો...’ એમ બોલતો હતો
ખરીદનાર: ભાઇ, આ તો જલેબી છે અને તમે બટાકા લઇ લો એમ કેમ બોલો છો?
મનિયો: અરે ચૂપ! નહીં તો માખીઓ આવી જશે.
•••
શિક્ષક: શાંતિ કયા ઘરમાં જોવા મળે છે?
પપ્પુઃ જે ઘરમાં પતિ અને પત્ની બંને મોબાઇલમાં વ્યસ્ત હોય તે ઘરમાં!
•••
ડોક્ટરઃ તમારી પત્ની હવે બે-ત્રણ દિવસની મહેમાન છે, આઈ એમ સોરી...
જિગોઃ અરે ના ડોક્ટર તેમાં સોરી કહેવાની કોઈ જરૂર જ નથી. 2-3 દિવસ તો જેમતેમ પસાર થઈ જશે.
•••
જિગોઃ વોટ્સએપનો ડેટા લીક થવાના કારણે મને ખૂબ જ ચિંતા છે.
ભૂરોઃ જો ચિંતા કરવાની નહીં વોટ્સએપ ગમેતેટલો પ્રયાસ કરશે તો પણ આપણા સગાસંબંધીઓ જેટલો ડેટા તો લીક નહીં જ કરી શકે.
•••
સજા મળ્યા પછી કેદીઓ વાત કરતા હતા.
કેદી નં.1ઃ તને પોલીસે કેવી રીતે પકડી લીધો?
કેદી નં.2ઃ હું બેન્ક લૂંટીને ત્યાં જ બેઠો બેઠો પૈસા ગણતો હતો તેમાં પકડાઈ ગયો.
કેદી નં.1ઃ તું ય ખરો માણસ છે. બેન્ક લૂંટ્યા પછી ત્યાં બેસીને પૈસા ગણવાની શું જરૂર હતી?
કેદી નં.2ઃ ત્યાં કેશ કાઉન્ટર ઉપર લખ્યું હતું કે કાઉન્ટર છોડતાં પહેલાં પૈસા ગણી લેવા બાદમાં જ રકઝક કરવી નહીં.
•••