75 વર્ષના એક વૃદ્ધાએ છૂટાછેડા માટે ફેમિલી કોર્ટમાં અરજી કરી.
જજે તેમને પૂછયુંઃ તમારે આ ઉંમરમાં છૂટાછેડા શા માટે લેવા છે?
વૃદ્ધાઃ જજ સાહેબ, મારા પતિ મારા પર માનસિક અત્યાચાર ગુજારે છે.
જજઃ કેવી રીતે?
વૃદ્ધાઃ તેમની મરજી હોય ત્યારે મને ખરુંખોટું સંભળાવી દે છે અને હું બોલવાનું શરૂ કરું એટલે પોતાનું કાનનું મશીન કાઢી નાખે છે.
•••
‘સોનુ યાર, મારો ભાઇ બે દિવસથી બેંકમાં નથી જઇ શક્યો.’
મોનુઃ એવું કેમ?
સોનુઃ કેમ કે એક યુવતીએ સપનામાં તેને ચપ્પલ મારી હતી.
મોનુઃ આ વાતને તેના બેંકમાં ન જવા સાથે શું લેવાદેવા?
સોનુઃ અરે બેંકમાં લખ્યું હતું કે, ‘અમે તમારા સપનાને હકીક્તમાં ફેરવીએ છીએ’.
•••
મનિયોઃ સર હું તમારી પુત્રીને 15 વર્ષથી પ્રેમ કરુ છું.
છોકરીના પિતાઃ તો હવે શું ઇચ્છે છે?
મનિયો: લગ્ન
છોકરીના પિતા: થેન્ક ગોડ, મને તો એમ કે તું હવે પેન્શન માગીશ
•••
પતિએ પિયર ગયેલી પત્નીને ફોન કર્યો.
પત્નીઃ હેલો, કેમ ફોન કર્યો.
પતિ: કંઇ નહીં મચ્છર લોહી પીતા હતા એટલે તારી યાદ આવી ગઇ.
•••
દુકાનદાર: બોલો બેન કેવો ડ્રેસ બતાવું?
મહિલા: એવો ડ્રેસ બતાવો ભાઈ કે મારી પડોસણ ઈર્ષ્યામાં બળી મરે!
•••
છોકરી: જાનૂ, ગૂગલ મેલ છે કે ફીમેલ?
છોકરો: બેબી ફીમેલ હોય છે
છોકરી: કઇ રીતે?
છોકરો: કારણ કે વાક્ય પૂરું થાય તે પહેલા જ તે પોતાના સજેશન આપવા લાગે છે.
•••
કુંવારાનાં લગ્ન થતાં નથી. પરણેલાઓને લગ્નજીવનમાં મજા આવતી નથી...
...ને છૂટાછેડાવાળાઓને ફરીથી લગ્ન કરવાં છે. આમાં કોણ ખુશ છે એ જ સમજાતું નથી!
•••
એક પરિણીત પુરુષના ઘરે એનું કોઈ સગું લગ્નની કંકોત્રી આપવા આવ્યું.
પુરુષે બિલકુલ સહજભાવે પૂછ્યછયુંઃ ‘ઘટનાસ્થળ ક્યાં છે?’
•••
શિક્ષકે ચંગુને ઝાપટ મારીને સવાલ કરતા કહ્યું કે ‘આનું ભવિષ્યકાળ જણાવ...’
ચંગુ: રિસેસમાં તમારા સ્કૂટરમાં હવામાં નહીં હોય.
•••