ચિંટ: આઇ એમ ગોઈંગનો મતલબ શું થાય?
પિંટુ: હું જાઉં છું.
ચિંટુ : એમ કેમ જાય છે. આજે બધાએ મને આવું જ કહ્યું. જવાબ તો આપીને જા!
•••
મંદિરની બહાર ઊભા રહીને ભિખારીએ એક દાદીમાને વિનંતી કરી: માજી, કંઈક ખાવાનું આપો. બે દિવસથી કંઈ ખાધું નથી. ભગવાન તમારું ભલું કરશે.
દાદીમાએ એની સામે જોયું ને પછી પર્સમાંથી 500ની નોટ કાઢીને પૂછ્યછયુંઃ તારી પાસે 400 રૂપિયા છુટ્ટા છે?
ભિખારીએ ખુશ થતાં કહ્યુંઃ હા, છુટ્ટા મળી જશે. વળતી જ પળે 500 રૂપિયા પર્સમાં નાખતા દાદીમા બોલ્યા: બસ તો પહેલાં એ 400 રૂપિયામાંથી કંઇક ખાઈ લે. બે દિવસથી ભૂખ્યો છે, પણ આજે ભૂખ્યો ન રહેતો!
•••
પતિ એક દિવસે નવરાશમાં ઘરમાં ખાખાંખોળાં કરતો હતો. એક ફાઈલ હાથમાં આવી. ફાઈલ ઉપર ધૂળના થર જામી ગયા હતા. ધૂળ ખંખેરીને અંદરથી ડોક્યુમેન્ટ કાઢીને જોયાં. એમાં એની પત્નીના સ્કૂલના બધા સર્ટિફિકેટ્સ હતાં. સ્કૂલનું લિવિંગ સર્ટિફિકેટ હાથ લાગ્યું. કેરેક્ટર સર્ટિફિકેટમાં લખ્યું હતું: મૃદુભાષી, શાંત અને સરળ વિદ્યાર્થિની.
આ વાંચ્યા પછી પતિ હજુય બેભાન છે.
•••