‘હંમેશા સત્યનો માર્ગ પસંદ કરો.’ - ગાંધીજી
અને ‘હું તે રસ્તે પણ ટોલ નાકાં ઊભાં કરી દઈશ!’ - નીતિન ગડકરી, માર્ગનિર્માણ પ્રધાન
•••
જેમણે શેરબજારમાં નાહી લીધું હોય એમણે કુંભમેળામાં આવવાની જરૂર નથી.
- નિર્મલા સીતારામન્, નાણાંપ્રધાન
•••
એક વાર એક કીડી રિક્ષામાં બેસીને ક્યાંક જતી હતી. થોડી વાર બાદ તેણે રિક્ષામાંથી એક પગ બહાર કાઢ્યો.
રિક્ષાવાળાએ કહ્યું: મેડમ, પગ અંદર રાખો, ક્યાંક લાગી જશે...
કીડીએ જવાબ આપ્યો: તું શાંતિ રાખ. મારે હાથીને લાત મારવી છે. તેણે કાલે મને આંખ મારી હતી.
•••
બે મહિલા વાત કરતી હતી.
પહેલીએ કહ્યું: હું તો લૂંટાઇ ગઇ.
બીજી મહિલા: કેમ એવું તો શું થયું?
પહેલી મહિલા: મારા પતિને તેની ઓફિસની મહિલા સાથે ચક્કર ચાલે છે.
બીજી મહિલાઃ પણ તને કોણે કહ્યું?
પહેલી મહિલા: ગઇકાલે જ મારા બોયફ્રેન્ડે તેમને જોયા હતા.
•••
પાડોશની નાની બેબલી દોડાદોડ કરતી રમી રહી હતી. મારી નજર એના કાંડે બાંધેલા રિસ્ટબેન્ડ સ્ટેપ કાઉન્ટર પર પડી. મેં આશ્ચર્ય સાથે હસીને પૂછયું, ‘બેટા, તેં આ કેમ બાંધ્યું? તું તો એટલી દોડાદોડી કરે છે કે તારાં તો એક કલાકમાં પચાસ હજાર ડગલાં થઈ જાય!’
ડાહી દીકરીએ જવાબ આપ્યો, ‘ના અંકલ, આ સ્ટેપ કાઉન્ટર મારું નથી, મમ્મીનું છે. હું રમવા નીકળું ત્યારે એ મને પહેરાવી દે છે અને સાંજે પપ્પા આવે ત્યારે એમને બતાવશે કે જુઓ, આજે હું કેટલાં સ્ટેપ્સ ચાલી!’
‘પણ તારી મમ્મી છે ક્યાં?’
‘એ તો ગલીના નાકે પાણીપુરી ખાવા ગઈ છે, એક્ટિવા લઈને!’
•••
ચંગુ: પપ્પા મને ડીજે ખરીદી આપો.
પપ્પા: ના, તું બધાને હેરાન કરીશ.
ચંગુ: ના પપ્પા, હું કોઇને હેરાન નહીં કરું બધા સૂઇ જશે પછી જ વગાડીશ. બસ...
•••
ચંગુ તેનો હાથ બતાવવા માટે એક જ્યોતિષી પાસે ગયો.
જ્યોતિષી: તમારા હાથમાં તો પૈસા જ પૈસા છે.
ચંગુ: ખરેખર મહારાજ? તો જલદી જણાવો એ પૈસા મારા એકાઉન્ટમાં કઈ રીતે ટ્રાન્સફર કરી શકીશ?
•••
મનિયો: યાર મારા પપ્પા તો આજકાલ કેબીસીના અમિતાભ જેવા બનતા જાય છે.
ટીનિયો: કેમ શું થયું?
મનિયો: જ્યારે પણ પોકેટમની માટે 200-500 રૂપિયા માગું છું ત્યારે એક જ સવાલ હોય છે - આટલા પૈસાનું શું કરશો?
•••