બોયફ્રેન્ડઃ તું આટલી ટેન્શનમાં કેમ છે?
ગર્લફ્રેન્ડઃ અરે હું આજે 50 પૈસાનો સિક્કો ગળી ગઈ છું એટલે...
બોયફ્રેન્ડઃ એમાં ટેન્શન શું લેવાનું? હવે 50 પૈસાના સિક્કા ચાલે છે જ ક્યાં?
•••
હવે અમેરિકાથી પરત ફરેલા લગ્નોત્સુક યુવકોના બાયોડેટા જરા ધ્યાનથી જોવા પડશે.
છોકરો ખરેખર ‘યુએસ રિટર્ન્ડ’ જ છે કે પછી ‘રિટર્ન્ડ બાય યુએસ’ છે?
•••
બાઘોઃ ડોક્ટરસાહેબ, મારાં હાડકાં બે જગ્યાએ ભાંગી ગયાં છે. શું કરું?
ડોક્ટર: એ બે જગ્યાએ ફરી વાર ન જતો.
•••
ચંગુ બહુ ખુશ હતો અને તેને જોઈને મંગુએ પૂછ્યછયુંઃ આજે બહુ ખુશ છે, શું વાત છે?
ચંગુ: ઘણા દિવસો બાદ આજે મને મેસેજનો રિપ્લાય મળ્યો છે કે ‘ફરી વાર મેસેજ કર્યો તો તારા પગ ભાંગી નાખીશ...’
•••
સાસુ (પોતાના જમાઈને): આ જાનૈયા આમ ગાંડાની જેમ કેમ નાચી રહ્યા છે?
ચંગુ: અરે કંઈ નહીં, મેં એમને કીધું છે કે દહેજમાં જે પૈસા મળશે, તેનાથી તમારા બધાનું દેવું ચૂકવી દઈશ.
•••
પતિઃ તને પિયર જવા દીધી છતાં તું મારી સાથે કેમ ઝઘડે છે?
પત્નીઃ વર્ક ફ્રોમ હોમ કરું છું!
•••
દારૂડિયો ચક્ષુદાન કરવા ગયો કાઉન્ટર પર ક્લાર્કે તેને કહ્યુંઃ તમે કંઇ કહેવા માગો છો?
દારૂડિયો: જેને પણ લગાવો તેને કહી દેજો બે પેગ બાદ જ આંખ ખુલશે.
•••
બે દારૂડિયા ક્યાંક જતા હતા. રસ્તામાં ગાડીનું પેટ્રોલ સમાપ્ત થઇ ગયું
પહેલો દારૂડિયોઃ પેટ્રોલ પતી ગયું હવે આગળ નહીં જઇ શકાય.
બીજો દારૂડિયો: કંઇ વાંધો નહીં રિવર્સમાં લઇ લો, ઘરે પાછા જઇએ!
•••
ચંગુ હોસ્પિટલમાં દાખલ હતો.
ચંગુ: નર્સ આ શેની બોટલ છે?
નર્સ: તેની અંદર વિટામિન હોય છે, જેનાથી તમને ભોજન જેટલી શક્તિ મળશે.
ચંગુઃ તો આ બોટલ પૂરી થાય પછી મને છાશની બોટલ ચડાવી દેજો, કારણ કે મને ભોજન પછી છાશ પીવાની ટેવ છે!
•••
દર્દીઃ ડોક્ટર સાહેબ, જો હું જમું નહીં તો પણ મને ભૂખ લાગે છે. મોડી રીત સુધી જાગું તો ઊંઘ આવે છે. હું શું કરું?
ડોક્ટર: આખી રાત તડકામાં બેસી રહો સારું થઈ જશે!
•••