પતિઃ શું તું મારી જિંદગીનો ચાંદ બનીશ?
પત્નીઃ ચોક્કસ બનીશ સ્વીટહાર્ટ, કેમ નહીં?
પતિઃ તો મારાથી ૪૩,૫૯૨ કિલોમીટર દૂર જતી રહે.
•
ટીચરઃ એક દેડકો હતો, જહાજ ડૂબી રહ્યું છે, બટાટા ત્રણ રૂપિયે કિલો છે. બોલો, મારી ઉંમર કેટલી?
ચંગુઃ સાહેબ ૩૨ વર્ષ.
ટીચરઃ અરે વાહ, તને કેવી રીતે ખબર પડી?
ચંગુઃ સાહેબ, મારી બહેન ૧૬ વર્ષની છે અને તે અડધી પાગલ છે.
•
એક સમાજસેવકે એક ભિખારીને ભીખ માગતાં અટકાવીને કહ્યુંઃ જો તું ભીખ માંગવાનું છોડી દઈશ તો હું તને મહિને ૧૦૦૦ રૂપિયા આપીશ.
ભિખારીઃ એક કામ કરો. આવતીકાલથી તમે મારી સાથે ભીખ માગવાનું શરૂ કરી દો, હું તમને મહિને ૫૦૦૦ રૂપિયા આપીશ.
•
નવી નવી પત્નીએ પતિને પૂછ્યું, ‘તમે કદી વિચાર્યું છે કે મારાં લગ્ન કોઈ બીજા જોડે થયા હોત તો શું થાત?’
પતિ બોલ્યો, ‘ના ના મેં કદી કોઈનું ખરાબ થાય તેવું ઈચ્છ્યું નથી.’
•
દિલ્હીવાસીઓ પ્રત્યે પૂરી સહાનુભૂતિ છે.
બિચારાઓને ઘરમાં પત્ની શ્વાસ લેવા દેતી નથી ને બહાર હવાનું પ્રદૂષણ.
•
પત્નીઃ સાંભળો છો તમારા બર્થડે માટે એટલા સારા કપડા લીધા છે કે તમે ખુશ થઈ જશો.
પતિઃ અરે વાહ જરા બતાવ તો?
પત્નીઃ ઉભા રહો... હમણાં જ પહેરીને આવું છું.
•
પત્ની પિયરેથી પતિનેઃ તમારું ધ્યાન રાખજો, સાંભળ્યું છે કે ડેન્ગ્યુ ઘણો ફેલાયો છે.
પતિઃ મારું બધું લોહી તો તું પી ગઈ છે. મચ્છર શું રક્તદાન કરવા આવશે?
•
ભૂરોઃ નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા ગયો.
ઈન્ટરવ્યૂ લેનારઃ તમે કેટલું મોટું જોખમ ઉઠાવી શકો?
ભૂરોઃ સાહેબ, ભગવાન પાસે આવતાં જન્મમાં પણ હાલની પત્ની માગી છે.
ઇન્ટરવ્યૂ લેનારઃ ખરા સાહસિક છો તમે તો... કાલથી જ નોકરી ઉપર આવી જજો.
•
ભૂરોઃ સેલ્ફ કન્ટ્રોલ તો તારા જેવો કોઈ રાખી ન શકે.
ચંપાઃ એમ?! કેવી રીતે?
ભૂરોઃ આખા શરીરમાં સુગર છે પણ મજાલ છે કે જીભ ઉપર આવે.
વકીલઃ તમારા પતિનું મોત કેવી રીતે થયું?
લીલીઃ ઝેર પીવાથી.
વકીલઃ તો પછી આ ઈજાના નિશાન ક્યાંથી આવ્યાં?
લીલીઃ પીવાની ના પાડતા હતા.
•
જિગોઃ મને ગઈકાલે સપનું આવ્યું જેમાં દેશ તરફથી મને પરીક્ષણ માટે અંતરીક્ષમાં મોકલવામાં આવ્યો હતો.
ભૂરોઃ સાચી વાત છે. અંતરીક્ષમાં પરીક્ષણ કરવાના હોય ત્યારે હંમેશા જાનવરોને જ મોકલે છે.
•
બેન્ક કેશિયરઃ પૈસા નથી...
ભૂરોઃ આપો હજી નીરવ મોદી, મેહુલ ચોકસી, વિજ્ય માલ્યાને એટલે અમારા માટે કશું બચે જ નહીં.
બેન્ક કેશિયરઃ અલ્યા, તારા ખાતામાં પૈસા નથી.