દિવાળી નિમિત્તે છગન ઘર રંગવા માટે રંગની દુકાને ગયો. ત્યાં રંગનો ભાવ સાંભળીને બોલ્યો, ‘આટલો બધો મોંઘો રંગ? પાંચસો રૂપિયે લિટર? દૂધ કરતાં પણ મોંઘો!
‘દૂધનો શું ભાવે છે?’ દુકાનદારે પૂછ્યું.
‘દૂધ ૫૦ રૂપિયે લીટર છે...’ છગન બોલ્યો.
‘તો... દૂધથી જ ઘરની દિવાલો રંગોને!’ દુકાનદાર બોલ્યો.
•
એક ગુજરાતીએ ચીનમાં ચાની કીટલી ખોલી. (ભારતમાં ચાય વેચનારો વડા પ્રધાન બની ગયા પછી ત્યાં બહુ ડિમાન્ડ છે.) ગુજ્જુભાઈ વિચારતા હતા કે ચાની કીટલીનું નામ શું રાખવું?
છેવટે બહુ વિચારતા અંતે એક નામ ફાઈનલ રાખ્યુંઃ
'ફૂ-કી ફૂ-કી ને પી!'
•
મોદી અને ચીનના પ્રમુખ જીનપિંગ જમવા બેઠા છે.
મોદીઃ ઓત્તેરી મારા ઢોકળામાં આ કોક્રોચ ક્યાંથી આવી ગયો?
જિનપિંગઃ મારે પણ એવું થયું. મારા કોક્રોચમાં ઢોકળું ક્યાંથી આવી ગયું?
•
જિનપિંગઃ (મોદીને) જાવ, ભારતની સરહદ પર હવે કોઈ ઘૂસણખોરી નહિ થાય.
મોદીઃ પણ એની કોઈ ગેરંટી ખરી?
જિનપિંગઃ (હસતાં હસતાં) ચાઈનીઝ માલની કોઈ દહાડો ગેરંટી હોય ખરી?
•
ટીચરઃ જો તમે સાચા દીલથી પ્રાર્થના કરો તો ભગવાન તમારી બધી જ ઈચ્છા પૂરી કરે છે.
પપ્પુઃ એકદમ ખોટી વાત છે ટીચર.
ટીચરઃ કેમ?
પપ્પુઃ જો એવું જ હોય તો તમે ક્યારનાય બીજી સ્કૂલમાં નોકરી કરતા હોત.
•
ચંપાઃ બધું યાદ રાખે એવું પ્રાણી કયું?
ચંગુઃ હાથી.
ચંપાઃ અને કશું યાદ ન રાખે એવું?
ચંગુઃ જીવનસાથી.
•
ચિન્કીઃ પપ્પા, મારા માટે તમને રમેશ જરૂર પસંદ પડશે.
ચમનઃ એમ? તેની પાસે કેટલા પૈસા છે?
ચિન્કીઃ પપ્પા, તમને પુરુષોને આ તે કેવી ટેવ છે? રમેશ પણ અનેક વખત તમારી મિલકત વિશે મને પૂછયા કરે છે.
•
ચંપકઃ બેટા, તું શા માટે પરણવાની ના પાડે છે?
ચિન્કીઃ હું મમ્મી વગર જરાય રહી નહીં શકું.
ચંપકઃ બેટા, તો મમ્મીને સાથે લઈ જજે. બસ, હવે ખુશને.