પત્નીઃ ‘સ્વાતંત્ર્ય દિન ક્યારે આવે છે?’
પતિઃ ‘જ્યારે તું ઘરમાં ન હોય ત્યારે.’
•
એક ઉંમરલાયક કપલ કોર્ટમાં ડિવોર્સ માટે ગયું.
જજે તે બંનેમાંથી પહેલાં સ્ત્રીને પૂછ્યુંઃ તમે આ ઉંમરે ડિવોર્સ શા માટે ઈચ્છો છો?
સ્ત્રીઃ જજ સાહેબ, મારા પતિનો બહુ માનસિક ત્રાસ છે.
જજઃ એ કેવી રીતે?
સ્ત્રીઃ એમની ઈચ્છા હોય ત્યારે મને ગમે તેમ બોલે છે, અને જ્યારે હું બોલવાનું શરૂ કરું ત્યારે કાનમાંથી સાંભળવાનું મશીન કાઢીને બાજુમાં મૂકી દે છે.
•
છગન પોતાની ગર્લફ્રેન્ડ લીલીને કહી રહ્યો હતોઃ ‘હું એવી છોકરી સાથે લગ્ન કરીશ જે સારું સ્વાદિષ્ટ રાંધતી હોય, ઘરને સ્વચ્છ રાખતી હોય, જે સીધી સાદી હોય...’
લીલીએ જવાબ આપ્યોઃ ‘તો તું મારા ઘરે આવ... આ બધા ગુણ મારી નોકરાણીમાં છે.’
•
જાન વિદાય પછી દીકરીને બધાએ ગાડીમાં બેસાડીને વળાવી. ૧૦ મિનિટ પછી દુલ્હન દોડતી ઘરમાં આવીને પોતાના બેડરૂમમાં ભાગી.
ઘરના સભ્યો અને સગાં-વ્હાલાં બધાને નવાઈ લાગી. બધા તેને બોલવા માંડ્યા. એની માએ પૂછ્યુંઃ શું થયું? આવી રીતે પાછા ફરીએ તો અપશુકન થાય.
દુલ્હનઃ અરે અપશુકનની ક્યાં માંડો છો? મારા મોબાઈલનું ચાર્જર રહી ગયું હતું એ લેવા આવી હતી.
•
જો તમને ખરેખર ‘ખતરો કે ખેલાડી’ બનવાનો એટલો જ શોખ હોય તો....
જ્યારે તમારી વાઈફ ઘરમાં પોતું મારી રહી હોય ત્યારે રૂમમાં આંટા મારી બતાવો.
•
ચંપા બ્યુટી પાર્લરમાં જઈ બોલીઃ મારા ફેસને એકદમ સુંદર બનાવી આપવાનો શું ચાર્જ?
બ્યુટી પાર્લરવાળી લેડીઝે કહ્યું- ટોટલ થશે પાંચ હજાર.
ચંપાઃ આનાથી કંઈ સસ્તું થાય એમ નથી?
લેડીઝઃ આનાથી સસ્તો ઉપાય એ છે કે તમે આખો દિવસ ચહેરો ઘૂંઘટથી ઢાંકી રાખો.
•
મીનુઃ આજ સુધી કોઈ મારી સાચી ઉંમર કલ્પી શક્યું નથી. કોઈ અઢાર કહે છે તો કોઈ બાવીસ.
ટીનુઃ કદાચ ભૂલથી તેં કોઈને તારી સાચી ઉંમર કહી દીધી તો?
મીનુઃ હું એવી ગાંડી નથી, જે રહસ્ય ૪૦ વર્ષથી છૂપાવી રાખ્યું છે તે એટલી સહેલાઈથી ના બતાવું ને.
•
થિયેટરમાં ઈંટરવલ પછી ચંપાએ અંધારામાં પોતાની સીટ પર પાછી ફરતાં ખૂણામાં બેઠેલા ભાઈને પૂછ્યુંઃ ભાઈ, હું હમણાં બહાર જવા ઊઠી ત્યારે મેં તમારો પગ કચડી નાખ્યો હતો?
ભાઈએ ગુસ્સામાં કહ્યુંઃ ‘હાસ્તો, હવે શું મોટા ઉપાડે માફી માગવા આવ્યા છો...
ચંપાઃ અરે, માફી નથી માંગવી. હું તો પાક્કું કરવા માગતી હતી કે મારી સીટ આ જ લાઇનમાં છે ને...
•
સંતાએ તેની વાઈફના બર્થડે પર પૂછ્યુંઃ ડાર્લિંગ શું ગિફ્ટ જોઈએ છે તારે?
વાઈફની ઈચ્છા નવી ગાડી લેવાની હતી. એણે ઈશારામાં વાત કરી કે, મારે એવી વસ્તુ જોઈએ કે જેની ઉપર હું સવાર થઉ તો ૨ મિનિટમાં ૦થી ૮૦ સુધી પહોંચી જાય.
સંતાએ તેને સાંજે વજન માપવાનું મશીન લાવી આપ્યું.
•
ટીવી જોઈ રહેલી પત્નીને પતિએ કહ્યુંઃ પ્લીઝ, થોડી વાર ક્રિકેટની ચેનલ જોવા દે.
પત્નીઃ ના, નહીં બદલું.
પતિએ ગુસ્સે થઈને કહ્યુંઃ એવું છે... સારું હું પણ જોઈ લઇશ.
પત્નીઃ શું જોઈ લેશો તમે?
પતિઃ એ જ ચેનલ, જે તું જોઈ રહી છે.