ઘણી મહેનત પછી નટુએ એક ગામડાની છોકરીને પટાવી.
નટુઃ તને વોટ્સએપ આવડે છે?
છોકરીઃ ના પણ તું ચલાવજે, હું પાછળ બેસી જઈશ.
•
પાકિસ્તાનનો ક્રિકેટ કેપ્ટન મિસ્બાહ એક ઓસ્ટ્રેલિયન યુવતીને પટાવવાની કોશિશ કરતાં કહે છેઃ ‘મૈં આપસે બે-ઈન્તેહા મહોબ્બત કરતાં હું...’
ઓસ્ટ્રેલિયન યુવતીઃ વોટ?
મિસ્બાહઃ મૈં આપ સે બહુત પ્યાર કરતા હું.
યુવતીઃ સ્પીક ઈન ઈંગ્લીશ.
મિસ્બાહઃ બોય્ઝ પ્લેઈડ વેલ, બટ ઈટ વોઝ અવર બેડ લક ટુડે, સો વિ લોસ્ટ મેચ...
•
સૌથી નાની પુનર્જન્મ કથા....
પત્નીઃ કહું છું ક્યાં મરી ગયા?
પતિઃ એ આવ્યો....
•
એક્ઝામનું ફાઈનલ રિઝલ્ટ આવી ગયું હતું.
ટીચરઃ અરે ચિંટુ, તારામાં કંઈ શરમ જેવું છે કે નહીં?
ચિન્ટુઃ કેમ શું થયું?
ટીચરઃ તને માત્ર પાંચ જ માર્ક્સ આવ્યા છે અને તોય તું બેશરમની જેમ હસે છે.
ચિન્ટુઃ (હસતાં-હસતાં) અરે ટીચર, હું હસું છું. કારણ કે મને એ નથી સમજાતું કે મને આ પાંચ માર્કસ પણ કેવી રીતે મળ્યા. મેં તો માત્ર પેપરમાં ચિકની ચમેલી સોંગ લખ્યું હતું.
•
‘અચ્છે દિન’ની રાહ જોઇ રહેલા લોકો મોદીજીને નકામા બદનામ કરે છે...
અરે ભાઈ, છેલ્લાં એક વરસમાં કેજરીવાલની ખાંસી મટી ગઈ, મનમોહન સિંહ બોલતા થઈ ગયા, સોનિયાજી વારંવાર બીમારીના ઇલાજ માટે અમેરિકા જતાં હતાં એ બંધ થઈ ગયાં અને રાહુલબાબા કામે લાગી ગયા....
- ઔર કિતને અચ્છે દિન ચાહિયે?
•
છોકરીઃ તારી આ ડાયમંડ રિંગ મને આપી દે!
છોકરોઃ કેમ ડાર્લિંગ!
છોકરીઃ હું આને જોઈને રોજ તને યાદ કરીશ.
છોકરોઃ યાદ તો તું આમેય મને કરવાની છે ને!
છોકરીઃ એ કેવી રીતે?
છોકરોઃ એ વિચારીને કે મેં ડાયમંડ રિંગ માંગી હતી, પણ તેણે મને આપી નહીં.
•
પત્ની શોપિંગ કરીને પાછી ફરી તો પતિ બોલ્યોઃ આ પેકેટ જોઈને મને હતું જ આમાં કંઈ ખાવાની વસ્તુ જ નીકળશે.
પત્નીઃ અરે વાહ, મારા પતિ પરમેશ્વર, તમારો અંદાજ સાચો છે, આમા મારા નવા સેન્ડલ છે.
•
ટીચરઃ એણે કપડાં ધોયા અને એણે કપડાં ધોવા પડ્યાં આ બંને વાક્યોમાં શું ફરક છે?
સ્ટુડન્ટઃ સર, પહેલું વાક્ય એ વ્યક્તિ કુંવારો હોવાનું દર્શાવે છે અને બીજા વાક્યમાં તે પરણેલો હોવાનું દર્શાવે છે.
•
પપ્પુએ પપ્પાને કહ્યુંઃ પપ્પા, તમે જ શિખવાડ્યું છે ને કે આપણે બહુ લાલચ ન કરવી જોઈએ.
પપ્પાઃ હા બેટા, સાચી વાત છે.
પપ્પુઃ પપ્પા, એટલા માટે જ મેં બહુ લાલચ ના રાખી અને ગણિતમાંથી ૧૦૦માંથી ૮ માર્ક્સ જ લાવ્યો.
•
ઈસ ગરમી કા આલમ,
બસ ઈતના સમજ લો
ગાલિબ...
કપડે ધોતે હી
સુખ જાતે હૈ,
ઔર પહનતે હી
ગીલે હો જાતે હૈ!
•
સસરાજીઃ જમાઈરાજ, તમે દારૂ પીઓ છો એ વાત લગ્ન પહેલાં કેમ નહોતી કહી?
જમાઈઃ તમે પણ ક્યાં કીધું હતું કે તમારી દીકરી લોહી પીવે છે?