આ નરેન્દ્ર મોદી પણ હદ કરે છે.
આખેઆખી કોંગ્રેસને ખાઈ ગયા અને પાછા ડિસ્કવરી ચેનલના ‘મેન વર્સિસ વાઈલ્ડ’ના શોમાં કહે છે કે ‘હું તો વેજિટેરિયન છું.’
•
ભૂરોઃ ગુરુજી, મારી ભૂલોમાંથી હું કેવી રીતે શીખી શકું તે સમજાવો ને?
ગુરુજીઃ તારી પત્નીની ભૂલોમાંથી એક ભૂલ અલગ તારવ અને તેને કહે કે એ ભૂલ સુધારે. તેના જવાબ તે તને તારી બધી જ ભૂલો શોધી આપવામાં મદદ કરશે. તારી જ નહીં તારા પિતા-માતા અને મિત્રોની ભૂલો પણ તે શોધી આપી શકશે. બસ પછી તારે મને આવો સવાલ પૂછવાની જરૂર નહીં પડે.
•
એક પત્નીની અંગત કબૂલાતઃ
મારો પતિ સવારનો બૂમો પાડી રહ્યો છે કે તેનાં ૫૦૦૦ રૂપિયા ચોરાઈ ગયા છે, પણ તમે તેની વાત બિલકુલ ના માનતા. સવારથી અત્યાર સુધીમાં દસ વાર ગણી ચુકી છું. ૪૦૦૦ રૂપિયા જ છે. સાવા જુઠ્ઠાડો છે.
•
ભૂરોઃ તમારી દીકરીમાં મગજ જેવું જ નથી.
સસરાઃ તમારી સાથે લગ્ન થયા ત્યારથી મને ખબર છે.
•
ચંપાઃ ક્યાં છો?
જિગોઃ ઓફિસમાં કેમ શું થયું?
ચંપાઃ કંઈ નહીં આ તો સામેવાળી લીલી કોઈની જોડે નાસી ગયાના સમાચાર સાંભળ્યા એટલે તમને ફોન કર્યો.
•
લીલીઃ આપણું બ્રેકઅપ થયું એનું તને દુઃખ નથી થતું?
જિગોઃ ના, જરાય નહીં, આથી ઉલ્ટું મને આનંદ છે...
લીલીઃ શેનો આનંદ?
જિગોઃ હવે ફોનની બેટરી અને બેલેન્સ બંને લાંબો સમય ચાલશે.
•
જિગોઃ પપ્પા મારા રિઝલ્ટના કાગળ ઉપર સહી કરી આપો.
પપ્પાઃ લાવ અંગૂઠો મારી આપું.
જિગોઃ અરે પણ તમે તો એન્જિનિયર છો. સહી કરો ને...
પપ્પાઃ તારું જે રિઝલ્ટ છે એના આંકડા જો... સ્કૂલમાં ખબર ન પડવી જોઈએ કે તારા પપ્પા એન્જિનિયર છે.
•
શિક્ષકઃ દરરોજ તો તું માથું નીચું રાખીને મારા લેક્ચરમાં બેસતો હોય છે આજે ટટ્ટાર કેમ બેઠો છે?
ભૂરોઃ ઇન્ટરનેટ ડેટા પૂરો થઈ ગયો એટલે.
•
મેનેજરઃ આજે કેશ ખાલી થઈ ગઈ છે. તમે કાલે રકમ ઉપાડી જજો.
જિગોઃ મારે તો અત્યારે જ પૈસા જોઈએ છે નહિતર જોવા જેવી થશે.
મેનેજરઃ અરે ભાઈ ગુસ્સો ના કરો. નમ્રતા સાથે વાત કરો.
જિગોઃ હા તો બોલાવો નમ્રતાને. હું એની સાથે વાત કરીશ.
•
ભૂરોઃ હું સાસરે તને તેડવા માટે આવ્યો અને સાથે ૨૫૦ રૂપિયાના ફ્રૂટ લઈને આવ્યો હતો. તારી મમ્મીએ મને માત્ર ૫૧ રૂપિયા આપીને આપણને વિદાય આપી દીધી.
લીલીઃ તમે મને તેડવા આવ્યા હતા કે ફ્રૂટ વેચવા માટે આવ્યા હતા.
•
શિક્ષકઃ એણે વાસણ ધોયા અને એને વાસણ ધોવા પડ્યા આ બંને વાક્યમાં તફાવત શું છે?
ભૂરોઃ પહેલાં વાક્યમાં કર્તા કુંવારો છે અને બીજા વાક્યમાં કર્તા પરિણીત છે.