ચંગુ ફેસબુક પર બેઠો હતો. તેની એક ફ્રેન્ડે ફેસબુક પર સેન્ડવિચનો ફોટો અપલોડ કર્યો અને લખ્યુંઃ
‘ચલો, સબ સાથ મેં નાસ્તા કરેંગે.’
ચંગુએ કમેન્ટ લખીઃ ‘નાસ્તા બહોત હી ટેસ્ટી થા.’
•
બે યુવતીઓ બસમાં સીટ માટે લડી રહી હતી. કંડકટર વચ્ચે પડ્યો અને કહ્યું, આમ લડો છો શા માટે? તમારા બંનેમાંથી જે મોટું હોય તે બેસી જાય...
પછી શું?
બંને યુવતીઓ છેક સુધી ઊભી-ઊભી ગઈ.
•
નવી વેડિંગ સ્ટાઈલ...
પંડિતજીઃ શું તમે તમારું ફેસબુક સ્ટેટસ સિંગલમાંથી મેરિડ કરવા તૈયાર છો?
છોકરોઃ યસ...
છોકરીઃ યસ...
પંડિતજીઃ કોન્ગ્રેચ્યુલેશન! આજથી તમે પતિ-પત્ની છો. આજથી તમે તમારાં લગ્નના ફોટા ફેસબુક પર અપલોડ કરી શકો છો અને મને ટેગ કરવાનું ભૂલતા નહીં.
•
કામથી થાકેલો પતિ ઘરે આવ્યો. વાઈફે પાણીનો ગ્લાસ આપ્યો અને ઘર પણ એકદમ ચોખ્ખું હતું એટલે પૂછ્યુંઃ ‘અરે વાહ ડાર્લિંગ, આજે ઘરમાં બધું જ વ્યવસ્થિત પડ્યું છે. શું આજે વોટ્સ એપ બંધ હતું તારું?’
•
જલેબી શબ્દ સ્ત્રીલિંગ હોવાના બે કારણ છેઃ એક તો એ કે તે મીઠી હોય છે અને બીજું કારણ એ કે તે કદી સીધી ન થઈ શકે.
•
જિંદગીનો નિયમ આ છેઃ
જ્યારે તમારા હાથમાં રૂપિયા હોય ત્યારે તમે ભુલી જાઓ છો કે તમે કોણ છો...
અને જ્યારે તમારી પાસે રૂપિયા નથી હોતા ત્યારે, આખું જગત ભૂલી જાય છે તમે કોણ છો.
•
ડોક્ટરે દર્દીને કહ્યું, ‘જુઓ સુતી વખતે પથારી નરમ હોવી જોઈએ, લાઈટ બંધ રાખવી અને ધીમું સંગીત સાંભળવું.’
દર્દીઃ પણ સાહેબ આ બધું ચાલુ ઓફિસમાં કઇ રીતે શક્ય બને?
•
એક ચોર ચિંટુનો મોબાઈલ લઈ ભાગતો હતો. ચિંટુ જોરથી હસવા લાગ્યો.
ચિંટુની વાઈફ ગુસ્સાથી બોલી, ‘તમારો મોબાઈલ લઈને ભાગ્યો છે અને તમે કેમ
હસો છો.’
ચિંટુઃ અરે લઈ જવા દે એને ચાર્જર તો મારી પાસે છે.
•
ચંગુઃ આઈ લવ યુ, ડાર્લિંગ! આવ, મારા દિલમાં આવીને રહે, અને તારું ઘર માનીને મારી થઈ જા.
છોકરી (ગુસ્સામાં)ઃ સેન્ડલ કાઢું કે?
ચંગુઃ અરે ગાંડી, મારું દિલ મંદિર થોડું છે? સેન્ડલ પહેરીને અંદર આવ, કોઈ વાંધો નથી.
•
પત્ની (રડતાં-રડતાં)ઃ તમે ખોટું બોલો છો. આ વખતે પણ તમે મારો જન્મદિન ભૂલી ગયા.
પતિઃ અરે પગલી! તું જરાય ઘરડી લાગતી જ નથી તો કેવી રીતે મને તારો જન્મદિન
યાદ રહે?
પત્ની (આસું લૂછીને સ્માઇલ સાથે)ઃ જુઠ્ઠાડા!
પતિઃ ના ડાર્લિંગ, સાવ સાચું કહું છું.
પતિ (મનમાં)ઃ હાશ! બાલ-બાલ બચ ગયા.
•
જજઃ સાચું બોલ, અકસ્માત કેવી રીતે થયો?
ચમનઃ જજ સાહેબ મારા પર ખોટો આક્ષેપ લગાડવામાં આવ્યો છે. ખરેખર, મને કંઈ જ ખબર નથી. હું તો ગાડી ચલાવતી વખતે ઊંઘી ગયો હતો.
•