એક જ્યોતિષી પાસે એક છોકરો હાથ બતાવી રહ્યો હતો.
જ્યોતિષીઃ બેટા, તું બહોત પઢેગા.
છોકરોઃ મહારાજ, પઢાઇ તો મૈં પાચ સાલ સે કર રહા હૂં, યે બતાઈએ કે પાસ કબ હુંગા?
•
પત્નીઃ તમે લગ્ન પહેલાં કેમ ન કહ્યું કે તમારી રાણી નામની ઓલરેડી એક પત્ની છે.
પતિઃ અરે પગલી, તું ભુલી ગઇ?! તને કહ્યું તો હતું મારી સાથે લગ્ન કર. તને બિલ્કુલ રાણીની જેમ રાખીશ.
•
પત્નીઃ સામે પેલો દારૂડિયો દેખાય છે? ૧૦ વર્ષ પહેલાં તેણે મને પ્રપોઝ કરેલું અને મેં ના પાડી દીધી એટલે આજ સુધી તે પી રહ્યો છે.
પતિઃ બાપ રે! આટલું લાંબું સેલિબ્રેશન!
•
યુવતીઃ દાદી, તમને ફેસબુકની ખબર છે?
દાદીઃ હાસ્તો! અમે ઓટલે બેસીને આજુબાજુની જ પંચાત કરતા, તમે તો આખી દુનિયાની કરો છો.
•
પુરુષો અને સ્ત્રીઓમાં શું ફરક હોય છે?
પુરુષો મરીને નરકમાં જશે તો ય એકબીજાને કહેશે ‘અલ્યા, પેલી યમરાજની છોકરી જોઇ? ઝક્કાસ છે ઝક્કાસ!’
સ્ત્રીઓ મરીને સ્વર્ગમાં જશે તોય એકબીજીને કહેશે ‘પેલી અપ્સરા મેનકાને જોઇ? ડ્રેસિંગની સેન્સ જ નથી...’
•
આજના જમાનામાં પોતાના પિતાજીના પગલે ચાલી બતાડે એવા પુત્રો જ ક્યાં મળે છે? એ રીતે જોવા જાવ તો...
આસારામ કેટલા નસીબદાર છે!
•
મિત્ર સંતાને બંતા ઘણા લાંબા સમય બાદ મળ્યો. બંતાએ સંતાને પૂછ્યું, ‘અગાઉ તું જે છોકરીને પ્રેમ કરતો હતો, સાથે હરતોફરતો હતો તેનું પછી શું થયું? એ છોકરીને પરણ્યો કે પછી અગાઉની જેમ હજી પણ તું રાંધ્યા કરે છે?’
સંતાએ જવાબ આપ્યો, ‘તારા બંને પ્રશ્નોનો જવાબ ‘હા’ છે.’
•
પપ્પા: બેટા, આજકાલ સ્કૂલમાં ભણવાનું કેવું ચાલી રહ્યું છે?
પપ્પુ: આવા સવાલ ના કરશો પપ્પા.
પપ્પા: કેમ?
પપ્પુ: શું હું તમને ક્યારેય પૂછું છું કે ઓફિસમાં કામ કેવું ચાલી રહ્યું છે.
•
પત્નીએ પતિને કહ્યું, ‘પેલો માણસ ક્યારનો મારી સામે ટીકી-ટીકીને જોઈ રહ્યો છે.’
પતિઃ ઓહ! ચિંતા ના કર, એ તો ભંગારવાળો છે એને નકામી વસ્તુઓને ધારી ધારીને જોવાની ટેવ છે.
•
જિગોઃ પપ્પા, આવતીકાલે શિક્ષકે તમને મળવા માટે બોલાવ્યા છે.
પિતાઃ કેમ તેં શું કર્યું?
જિગોઃ પપ્પા મેં કશું જ નથી કર્યું.
પિતાઃ નક્કી તોફાન જ કરતો હોઈશ.
જિગોઃ ના પપ્પા, હું તો શાંતિથી ઊંઘતો હતો.
•
ભૂરોઃ આ લાયસન્સ બરાબર છે?
ટ્રાફિક પોલીસઃ હા, બરાબર છે.
ભૂરોઃ આ પીયુસી અને આરસી બુક
બરાબર છે?
પોલીસઃ હા, બરાબર છે...
ભૂરોઃ આ વીમાના કાગળો પણ બરાબર છે?
પોલીસઃ હા, ભાઈ, બધું બરોબર છે, તેમ છતાં તમને ૨૦૦૦ રૂપિયાનો દંડ થશે.
ભૂરોઃ કેમ હવે શેનો દંડ?
પોલીસઃ તમે બધા દસ્તાવેજો પ્લાસ્ટિકની થેલીમાં લાવ્યા છો અને તેના ઉપર તો
પ્રતિબંધ છે.
•