ભૂરોઃ ક્યારેક એમ થાય છે કે, દુનિયાની બધી ચિંતા છોડીને હિમાલય ઉપર જતો રહું...
રાજુઃ તો જતો રહેને વિચારે છે શું?
ભૂરોઃ પછી એમ થાય છે કે ત્યાં નેટવર્ક આવતું હશે કે નહીં?
•
રાજુઃ આ લોકોની માનસિકતા કેવી છે નહીં?
જિગોઃ કેમ?
રાજુઃ તમે કોઈને એમ કહો કે બ્રહ્માંડમાં ૯૦૦ કરોડ તારા છે તો એ તમારી વાત માની લેશે, પણ એને એમ કહેશો કે આ થાંભલાને હમણાં રંગ લગાવ્યો છે અડકશો નહીં તો પણ ચેક કરશે.
•
ભૂરોઃ ગઈકાલે મારી સામેના ઘરમાં પતિ-પત્ની ઝઘડતાં હતાં. લગભગ એક કલાક ઝઘડો ચાલ્યો...
રાજુઃ પછી?
ભૂરોઃ પછી શું? પત્નીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને ડકવર્થ લૂઈસ નિયમ પ્રમાણે પતિને પરાજિત જાહેર થયો.
•
સાધુઃ અમે વર્ષો સુધી ચૂપ રહીએ તેને મૌનવ્રત કહીએ છીએ.
સેવકઃ મહારાજ, અમારા સંસારમાં તો એને લગ્ન કહેવાય છે.
•
લીલી પોતાના પાડોશી ભૂરાને ત્યાં ગઈ.
લીલીઃ અમારા સોનુના પપ્પા બહારગામ ગયા છે અને મને ફિલ્મ જોવાનું બહુ મન થયું છે. તમે આજે ફ્રી છો?
ભૂરોઃ (ઉત્સાહિત થઈને) હા... હા... કેમ નહીં?
લીલીઃ સારું તો લો... આ સોનુને સાચવો હું રાત્રે જમીને આવીશ.
•
એક માણસ વરસાદમાં ચાલતો જતો હતો.
એક સુંદર યુવતીએ તેને કહ્યું, ‘તમે મારી છત્રી નીચે આવી જાઓ તો પલળશો નહીં.’
પેલા માણસે વિનમ્રતાથી કહ્યું, ‘ના ના બહેન, કંઈ વાંધો નહીં.’
અને એ ત્યાંથી જતો રહ્યો.
બોધઃ આમાં બોધ-બોધ જેવું કંઈ નથી... પેલા માણસની વાઈફ તેની પાછળ પાછળ આવતી હતી એટલે.
•
બાંકેએ એક માણસને લાફો માર્યો.
માણસ બોલ્યો, ‘મારી શું ભૂલ હતી?’
બાંકે બોલ્યો, ‘તું ભૂલ કરે એની અમે શું રાહ જોઈએ?’
•
સંતા-બંતાએ ભેગા થઈએ એક પેટ્રોલ પંપ ખોલ્યો. પણ તેમાં એકેય કસ્ટમર આવ્યો જ નહીં.
શા માટે?
પેટ્રોલ પંપ પહેલા માળે હતો.
•
સંતાએ બંતાને કહ્યું, ‘આજે મારી બકરીએ પહેલું ઈંડું આપ્યું.’
બંતાઃ ‘ગાંડા, બકરી કેવી રીતે ઈંડું આપે?’
સંતાઃ અરે યાર, મેં મારી મરઘીનું નામ બકરી પાડ્યું છે.
•
ચંગુઃ ફિલ્મ અને અસલી જિંદગીમાં શું ફરક છે?
મંગુઃ ફિલ્મોમાં ઘણી બધી મુસીબતો આવ્યા પછી લગ્ન થાય છે અને અસલમાં લગ્ન પછી જ બધી મુસીબતો શરૂ થાય છે.
•
ચંગુની તપસ્યાથી ભગવાન પ્રસન્ન થઈ ગયા એટલ ચંગુને કહ્યુંઃ વર માગ વત્સ...
ચંગુઃ પ્રભુ, તમે જેવો સમજો છો હું એવો નથી, મારે તો વધુ જોઈએ છે.
•
વાઈફઃ જાનુ, આ કમ્પ્યુટરને મેં કમાન્ડ આપ્યા એ પ્રમાણે નથી ચાલી રહ્યું.
હસબન્ડઃ સ્વીટ હાર્ટ, આ કમ્પ્યુટર છે, હસબન્ડ થોડો છે.