જ્યોતિષીઃ તમારા પરિવારને આકસ્મિક મોટો ધનલાભ થવાનો છે. બોલો, તમે લોટરીની ટિકિટ લીધી છે કે શું?
મનોજઃ લોટરીની ટિકિટ નહીં, ગઇકાલે મેં મારો દસ લાખ રૂપિયાનો વીમો લીધો છે.
•
ચિન્ટુ (પિંકીને)ઃ ક્યા આપકે ટૂથપેસ્ટમેં નમક હૈ...
પિંકીઃ હા.
ચિન્ટુઃ તો આજે બ્રશ ન કરીશ. નહીં તો મોળા મંગળવારનું વ્રત તૂટી જશે.
પિંકીઃ હેં!?
•
સંતા રીક્ષામાં ઘરે પહોંચ્યો.
સંતાએ રીક્ષાવાળાને પૂછ્યું, ‘કેટલા થયા?’
રીક્ષાવાળોઃ પચાસ રૂપિયા...
સંતાઃ આ લે પચ્ચીસ રૂપિયા...
રીક્ષાવાળો ગુસ્સે થઇ ગયોઃ ‘આ શું? અડધા રૂપિયા કેમ?’
સંતાઃ કેમ? તું પણ મારી જોડે આવ્યો ને!
•
શિક્ષકે ચિંટુને પૂછ્યું, ‘બેમાંથી બે જાય તો કેટલા બચે?’
ચિંટુઃ કંઈ સમજાયું નહીં, સાહેબ!
શિક્ષકઃ બેટા, હું એમ કહું છું કે તારી પાસે બે રોટલી હોય અને તું બંને રોટલી મને આપી દે તો તારી પાસે શું વધે?
ચિંટુઃ સર, મારી પાસે શાક વધે!
•
પત્નીઃ તમારા જનમદિવસ માટે એટલો મોંઘો સૂટ લીધો છે કે કંઈ પૂછશો જ નહીં!
પતિઃ શું વાત કરે છે? તું મારો આટલો કેટલો ખ્યાલ રાખે છે. લાવ બતાવ.’
પત્નીઃ ઉભા રહો, હમણાં જ પહેરીને આવું છું.
•
પત્નીઃ મેં તમારી સાથે લગ્ન શું કામ કર્યાં એ જાણો છો?
પતિઃ શા માટે?
પત્નીઃ હું જાણવા માગતી હતી કે તમે કેટલા મૂરખ છો?
પતિઃ અરે પગલી, એના માટે તારે લગ્ન કરવાની શું જરૂર હતી. મેં હા પાડી એના પરથી જ તું મારી મૂરખાઇનો અંદાજ લગાવી શકી હોત.
•
ચંગુ અને તેની પત્ની ચંપા છૂટાછેડા લેવા માટે કોર્ટમાં ગયાં.
જજઃ તમારે ત્રણ બાળકો છે તો તેમના ભાગ કેવી રીતે પાડશો?
ચંગુ અને ચંપાએ અડધો કલાક એકબીજાની સાથે ચર્ચા કરી અને પછી જજને ઉકેલ આપ્યોઃ ઠીક છે સાહેબ, અમે વધુ એક બાળક સાથે આવતા વર્ષે આવીશું.
•
ચિન્ટુઃ તારે મોટા થઈને શું બનવું છે?
પિન્ટુઃ હું પણ મારા પિતાની જેમ કરોડપતિ બનવા માગું છું.
ચિન્ટુઃ તારા પપ્પા કરોડપતિ છે?
પિન્ટુઃ ના, તેઓ પણ કરોડપતિ બનવા માગે છે.
•
દીકરો ચંગુ ઘરમાં આવ્યો એટલે પપ્પા મંગુએ પૂછયુંઃ ‘બેટા, આજે તારું રિઝલ્ટ હતુંને? ટીચરે તને કેટલા સ્ટાર આપ્યા?’
ચંગુએ જવાબ આપવાના બદલે માર્કશીટ પપ્પાના હાથમાં આપી.
માર્કશીટ જોઈને મંગુ ઊકળી ઊઠ્યોઃ આ શું છે?
ચંગુએ શાંતિથી કહ્યુંઃ માર્ક આપતાં-આપતાં ટીચર પાસે સ્ટાર ખૂટી પડ્યા એટલે તેમણે મને ચાંદો આપ્યો છે.
•
જૂની જનરેશનઃ નેકી કર દરિયા મેં ડાલ
નવી જનરેશનઃ કુછ ભી કર ફેસબુક પર ડાલ
•