સંતાએ બંતાને કહ્યુંઃ ‘યાર, મારી વાઈફ કાલે કોઈ અજાણ્યા જોડે ફિલ્મ જોવા જતી રહી હતી.’
બંતાઃ અરે યાર, શું વાત કરે છે? તેં અંદર સુધી પીછો કેમ ના કર્યો?
સંતાઃ હું શું કામ ટિકિટ લઇને અંદર જાઉં... એ ફિલ્મ તો મેં બે વખત જોયેલી હતી.’
•
એક વાર રાજ્યના ચીફ મિનિસ્ટર તપાસ કરવા નીકળ્યા. સૌથી પહેલાં જેલ આવી ત્યાં તપાસ કરી જેલરને પૂછ્યું, ‘કેટલાં રૂપિયાની ગ્રાન્ટ જોઈએ છે?’
જેલરઃ ખાસ નહીં. બધું બરાબર ચાલે છે.
મિનિસ્ટરઃ તો પણ?
જેલરઃ જો તમે આપવા જ માંગતા હો તો પાંચ લાખ આપો.
અંગત મદદનીશે નોંધ કરી. બંને આગળ વધ્યા. તો એક સ્કૂલ આવી. ત્યાં જઈ પ્રિન્સિપાલ સાથે વાતચીત કરી. પ્રિન્સિપાલે ફરિયાદ કરવા માંડી. ‘સર, સ્ટાફની અછત છે, સાધનો નથી. બિલ્ડિંગ પણ જૂનું છે. નથી ફર્નિચર કે નથી કોઈ લેબ...’
ચીફ મિનિસ્ટરઃ સારું... કેટલી ગ્રાન્ટ
જોઈએ છે?
પ્રિન્સિપાલઃ ઓછામાં ઓછા ૫૦ લાખ.
અંગત મદદનીશે નોંધ કરી.
ઓફિસે પરત ફરીને ચીફ મિનિસ્ટરે જેલ માટે ૫૦ લાખ રૂપિયાની અને સ્કૂલ માટે પાંચ લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરી.
આ જોઈને અંગત મદદનીશે કહ્યું, ‘સાહેબ, તમે તો ઉલ્ટું કરી નાંખ્યું.’
ચીફ મિનિસ્ટરઃ જો તમારી પાસે આટલી અક્કલ હોત તો આજે તમે મારી જગ્યાએ હોત!
અંગત મદદનીશઃ મતલબ?
ચીફ મિનિસ્ટરઃ નથી મારે સ્કૂલે જવાનું કે નથી તમારે જવાનું, પરંતુ કોને ખબર ક્યારેક આપણામાંથી કોઈને જેલમાં જવું પડે તો?! એટલે ત્યાં બધી સગવડ હોવી જરૂરી છે.
•