રમણે તેના વકીલ મિત્રને પૂછ્યું, ‘તુ ત્વરિત ન્યાયમાં માને છે?
વકીલઃ ના, ન્યાય તો ધીમી ગતિએ જ સારો.
રમણઃ કેમ?
વકીલઃ અમારે પણ કમાવું હોય કે નહીં?
•
પતિઃ લગ્ન પહેલા તો તું બહુ ઉપવાસ કરતી હતી, હવે કેમ નથી કરતી?
પત્નીઃ બહુ નહીં, ફક્ત ૧૬ સોમવારના વ્રત કરતી હતી.
પતિઃ પણ તેં કેમ છોડી દીધા?
પત્નીઃ તમારી સાથે લગ્ન થયા પછી ઉપવાસ પરથી ભરોસો ઉઠી ગયો.
•
એક સાધુ સ્ત્રીઓ સામે જ્ઞાન પીરસી રહ્યો હતો.
‘જો સ્ત્રીઓ પાસે અલ્લાદીનનો ચિરાગ હોત તો?’
તો જિન્ન યા તો મેથી યા લસણ સાફ કરતો હોત યા લીલી તુવેર ફોલતો હોત.
•
બપોરની ચા સાથે પત્ની ઘણી બધી ટેબ્લેટ્સ લાવી હતી. પતિએ ચા શરૂ કરી એટલે પત્નીએ ટેબ્લેટ્સ ધરતાં કહ્યું, ‘આ લો કાલ્પોલ લઈ લો...’
પતિઃ પણ મને તાવ નથી...
પત્નીઃ તો ડાઈજીન લઈ લો.
પતિઃ અરે પણ મને ગેસ નથી થયો.
પત્નીઃ તો પછી ફુદીનહરા તો લો.
પતિઃ અરે પણ મારું પેટ બરાબર જ છે.
પત્નીઃ તો પછી કોમ્બિફ્લેમ તો લઈ જ લો. હાથ-પગ દુખતા બંધ થશે.
પતિઃ અરે કમાલ કરે છે તું તો, હું એકદમ તંદુરસ્ત છું.
પત્નીઃ તો પછી તરત ઊભા થાવ આપણે શોપિંગ પર જવાનું છે.
•
ભૂરોઃ આજે છોકરાઓને ગરમી લાગે તો મા-બાપ સ્વિર્ટ્ઝલેન્ડ લઈ જાય છે. યુરોપ લઈ જાય છે.
જિગોઃ સાચી વાત છે, આપણે ગરમી લાગતી ફરિયાદ કરતાં જ મા-બાપ વાળ ઉતરાવવા લઈ જતા હતા...
•
જિગોઃ તારી પત્ની તો સતત બોલતી હતી, શાંત કેવી રીતે થઈ ગઈ?
ભૂરોઃ મારી પાસે ખતરનાક આઇડિયા હતો
જિગોઃ જલ્દી બોલ શું કર્યું?
ભૂરોઃ હું જે મસાલો ખાતો હતો તેના રોજ બે - બે દાણા એને ચાખવા આપતો હતો. હવે એ જાતે જ મસાલો ખાય છે અને ચૂપ બેસી રહે છે.
•
ચંપાઃ તમને મારી સુંદરતા ગમે છે કે, મારા સંસ્કાર?
જિગોઃ મને તો તારી મજાક કરવાની આ આદત બહુ ગમે છે.
•
એક વખત પોલીસે જિગાના ઘરે પહોંચી દરવાજો ખટખટાવ્યો.
જિગોઃ બહારથી દરવાજો કોણ ખખડાવે છે?
પોલીસઃ અમે છીએ.
જિગોઃ અમે કોણ?
પોલીસઃ અમે પોલીસ.
જિગોઃ શું કામ છે? તમારે?
પોલીસઃ દરવાજો ખોલો અમારે તમારી વાત કરવી છે
જિગોઃ તમે કેટલા જણા છો?
પોલીસઃ ચાર...
જિગોઃ તો પછી અંદર અંદર વાત કરી લો ને મારો દરવાજો શું કામ દરવાજો ખોલાવો છો...
•