ભૂરોઃ કેમ મુંઝાયેલો દેખાય છે
જિગોઃ યાર એક સવાલ છે જેનો જવાબ હજી સુધી મળ્યો નથી.
ભૂરોઃ મને જણાવ
જિગોઃ હું તને ક્યાંયથી વિદેશી લાગું છું.
ભૂરોઃ ના જરાય નહીં.
જિગોઃ તો ગયા મહિને હું અમેરિકા ગયો હતો ત્યારે એક મહિલા મને કહેતી હતી કે, તમે વિદેશી છો.
•
ચંપાઃ પેલી છાજલી ઉપરથી બેગ ઉતારી આપોને
જિગોઃ કેમ?
ચંપાઃ મારો હાથ ટૂંકો પડે છે?
જિગોઃ તો જીભ ટ્રાય કર.
•
લીલીઃ મારી મમ્મીની વાત મેં માની લીધી હોત તો આજે તારી સાથે લગ્ન ન કર્યા હોત.
ભૂરોઃ શું વાત કરે છે, તારી મમ્મીએ મારી સાથે લગ્ન કરવાની ના પાડી હતી?
લીલીઃ હા, એ પહેલેથી જ આપણા લગ્નનો વિરોધ કરતી હતી.
ભૂરોઃ હે ભગવાન, હું આટલી સારી સ્ત્રીને અત્યાર સુધી ખોટે ખોટી ગાળો દેતો હતો.
•
ચિત્રગુપ્તઃ તમે નીચે ખૂબ જ સારા કાર્યો કર્યાં છે એટલે તમને સ્વર્ગમાં લાવવામાં આવ્યા છે. તમારે સૌથી પહેલાં કોને મળવું છે?
જિગોઃ મેં નીચે સાંભળ્યું હતું કે લગ્નનો તો ઉપર નક્કી થાય છે. મારા લગ્ન જેણે નક્કી કર્યા હતા એમને મારે પહેલાં મળવું છે.
•
ભોપાલના રામ ખિલાવન ચાચા પાસપોર્ટ માટેનું ફોર્મ ભરતા હતા. એમાં લખ્યું હતુંઃ તમારા ‘પાન’ની જાણકારી આપો.
રામ ખિલાવન ચાચાએ લખ્યુંઃ ‘મીઠા પત્તા, કચ્ચી સુપારી, બાબા જર્દા ૧૨૦, કિમામ, ગુલકંદ ઔર ચૂના અલગ સે.’
•
એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકાનો આખો સેટ વેચવાનો છે. પુરેપુરાં ૪૫ વોલ્યુમ. એકદમ સરસ કંડીશનમાં. એક જ હાથે વપરાયેલો. હવે તેની જરૂર નથી કારણ કે લગ્ન થઈ ગયાં છે. પત્નીને બધી ખબર છે.
•
સંતાઃ યાર, તું ખાને સે પહલે ભગવાન કા નામ નહીં લેતા?
બંતાઃ નહીં તો... ક્યું કી મેરી બીવી તો ખાના અચ્છા બનાતી હૈ!
•
ટિચરઃ એવા માણસને શું કહેવાય જેની સામેના લોકો બોર થઈ રહ્યા હોય છતાં બોલવાનું બંધ જ નથી કરતો?
મોન્ટુઃ ટિચર.
•
ડોક્ટર અડધી રાતે ઊઠ્યા અને પત્નીને કહ્યુંઃ ‘ઈમરજન્સીનો ફોન આવ્યો છે એટલે હોસ્પિટલ જઉં છું.’
પત્નીઃ કોકને તો પોતાની જાતે મરી જવા દો.
•
ચંગુ રોન્ગ સાઇડ કાર ચલાવતાં બોલ્યોઃ ઓહ માય ગોડ... આજે ફરી લેટ થઈ ગયો? બધા લોકો પાછા જઈ રહ્યા છે.
•
છગનઃ કેટલાં વર્ષથી જલેબી બનાવો છો?
કંદોઈઃ ૩૦ વર્ષથી.
છગનઃ ખરેખર ખૂબ શરમજનક વાત છે. હજી સુધી સીધી જલેબી બનાવતાં નથી આવડ્યું.
•
નવી સાડીઃ જેને પહેરીને સ્ત્રીને એટલો જ નશો ચડે જેટલો પુરુષને દારૂની એક બોટલ પીને ચડે છે.