આદર્શ પત્નીઃ જે વાસણ, કપડાં, કચરા-પોતાં... કહેવાનો અર્થ ઘરનાં બધાં કામ કરવામાં પતિની મદદ કરે.
•
મનોચિકિત્સકઃ જે તગડી ફી લઈને તમને પ્રશ્નો પૂછે છે, જે તમારી પત્ની તમને ફ્રીમાં પૂછયા કરતી હોય છે.
•
સાસુઃ વહુ, તારે ઘરની બહાર નીકળતી વખતે ઘૂંઘટ કાઢવો જોઈએ. તું તો જુવાન છે, પણ હું તો ઘરડી હોવા છતાં પણ પારકા પુરુષો સામે ઘૂંઘટ રાખું છું.
વહુઃ બરાબર છે સાસુમા, જ્યારે હું પણ તમારી ઉંમરની થઈ જઈશ ત્યારે ચહેરાની કરચલીઓને છુપાવવા મારું મોં અચૂક ઘૂંઘટમાં રાખીશ.
•
એક વખત ભૂરો બેન્કમાં પૈસા જમા કરાવવા માટે ગયો
ઓફિસરઃ આ બધી નોટ સાવ ફાટેલી છે. બીજી આપો...
ભૂરોઃ હું મારા એકાઉન્ટમાં જમા કરાવું છુંને આ નોટ ફાટેલી હોય કે નવી તમારે શું?
•
ભૂરોઃ અરે મામા આપણા ગામનું એટીએમ કેમ બંધ પડી ગયું છે?
મામાઃ એ તો તારી મામી પૈસા કાઢવા ગઈ હતી. એન્ટર યોર પીન વાંચીને આ ગાંડીએ માથાની પિન એટીએમમાં ખોંસી દીધી!
•
ચાર મિત્રો ટ્રેનની પાછળ ભાગી રહ્યા હતા. એમાંથી બે મિત્રો ટ્રેનમાં ચડી ગયા. ટ્રેનમાં બેસેલા લોકોએ કહ્યું, ‘શાબાશ, આખરે તમે ટ્રેન પકડી જ લીધી...’
મિત્રોઃ તંબૂરો શાબાશ, જવાનું તો એ લોકોને હતું અમે તો માત્ર મૂકવા આવ્યા હતા.
•
સાહેબે ભૂરાને એક ઝાપટ મારીને કહ્યું, ‘ભવિષ્યકાળનું ઉદાહરણ આપ.’
ભૂરોઃ રિસેસમાં તમારા સ્કૂટરમાં હવા નહીં હોય.
•
ભૂરોઃ હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું.
છોકરીઃ અરીસામાં તારું મોઢું જોયું છે?
ભૂરોઃ જોયું છે એટલે તો તારી પાસે આવ્યો. બાકી તો આલિયા પાસે ન જાત?
•
પત્નીઃ સાંભળો છો?
પતિઃ હા, બોલ
પત્નીઃ મને ડોક્ટરે એક મહિનો આરામ કરવાનું કીધું છે. એ પણ અહીં નહીં, પેરિસ કે લંડન. તો આપણે ક્યાં જશું?
પતિઃ બીજા ડોક્ટર પાસે.
•
એક યુવતી પોતાના પુત્રને પોતાની સાસુ પાસે મૂકીને પિયર ચાલી ગઈ. ત્રીજા દિવસે સાસુનો ટેલિગ્રામ આવ્યો. ‘જલ્દી પાછી આવ... છોકરો ઉદાસ છે.’
યુવતીએ વળતો ટેલિગ્રામ મોકલ્યો, ‘કોનો છોકરો ઉદાસ છે? તમારો કે મારો?’
•
લલ્લુને ચંદ્ર પર મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો. લલ્લુ રવાના થયો, પણ અડધા રસ્તેથી તે રોકેટમાંથી કૂદી પડ્યો અને ચીસ પાડીઃ
બેવકૂફો, આજે તો અમાસ છે. ચંદ્ર તો હોય જ નહીં.
•
આવતા વરસે દિવાળીને ઇકો-ફેન્ડલી બનાવો.
‘નોઇઝ-ફ્રી’ દિવાળી મનાવવા માટે પત્નીને પિયર મોકલી આપો !