સંતા એક વાર મારૂતિ ફ્રન્ટીની હરાજીમાં ગયો હતો.
ત્યાં ઘણા બધા લોકો ઊંચી રકમની બોલી લગાવતા હતા.
૧૫ લાખ...
૨૦ લાખ...
૨૫ લાખ...
૪૦ લાખ...
આ લાંબુ ચાલ્યું એટલે સંતા અકળાયો અને મોટેથી બોલ્યો આ જૂની ગાડીમાં એવું તો છે શું?
ડીલર કહેઃ આ ગાડીના ૨૩ વાર એક્સિડન્ટ થયો છે અને દરેક વખતે ચલાવનારની વાઈફ જ મરી ગઈ છે.
સંતા ખુરશી પર ઊભો થઈ ગયો અને બોલ્યોઃ મારા એક કરોડ
•
એક વાર રોહને ઘડિયાળીને પૂછ્યુંઃ આ ઘડીયાળ રિપેર કરવાનું શું લઈશ?
ઘડિયાળી બોલ્યોઃ જેટલી તેની કિંમત છે, એના અડધા લઈશ.
બીજા દિવસે ઘડિયાળીએ ખર્ચો માંગ્યો તો રોહને એને બે થપ્પડ મારી.
ઘડિયાળીઃ અરે, કેમ મને મારે છે?
રોહનઃ એમ જ... જ્યારે મેં ઘડિયાળ નવી લીધી ત્યારે મારા પપ્પાએ મને ચાર થપ્પડ મારી હતી.
•
છોકરાએ છોકરીને પૂછ્યુંઃ તારો ફોન નંબર
શું છે?
છોકરીઃ તે ટેલિફોન ડિરેક્ટરીમાં છે.
છોકરોઃ સારું તો તારું નામ તો કહે.
છોકરીઃ એ પણ એ ડિરેક્ટરીમાં છે.
•
એક બહુ જાડિયો દરજીની દુકાને પહોંચી ગયો. દરજીએ બહુ મુશ્કેલીથી એનું માપ લીધું અને હાંફી ગયો. અને અકળાઈને બોલ્યો, ‘સાહેબ આ શેરવાનીની સિલાઈના ૧૦૦ રૂપિયા થશે.’
જાડિયો બોલ્યોઃ પરંતુ તેં તો ફોન પર પચાસ રૂપિયા કહ્યા હતા.
દરજીએ કહ્યુંઃ હા, ૫૦ રૂપિયા જ કહ્યા હતા, પણ એ શેરવાનીની સિલાઈના હતા, તંબુના નહીં.
•
એક વાર સુરેશ અને રમેશ એક હોટેલમાં મળ્યા.
સુરેશઃ તું આટલી મોડી રાત સુધી ઘર બહાર ફરે છે, તારી વાઈફ અકળાતી નથી?
રમેશઃ હજી મારા લગ્ન નથી થયા.
સુરેશઃ બહુ સારું કહેવાય. તો પછી તારે આટલી મોડી રાત સુધી બહાર ભટકવાની શું
જરૂર છે?
•
પતિ જમી રહ્યો હતો અને પત્ની રસોડામાં રોટલી બનાવી રહી હતી. પતિએ પત્નીને રોમેન્ટકલી કહ્યુંઃ ડાર્લિંગ, તને ખબર છે આજકાલ તું બહુ સુંદર થતી જાય છે.
પત્નીઃ (ખુશ થતાં) તમને કેવી રીતે ખબર પડી?
પતિઃ જોને, તને જોઈને રોટલીઓ પણ બળી જાય છે.
•
લલ્લુ અને ચિન્કી ગંભીર ચર્ચા કરી રહ્યાં હતાં.
લલ્લુઃ ચિન્કી તને ખબર છે સરકારે મતદાન કરવાની ઉંમર ૧૮ વર્ષ રાખી છે અને લગ્નની ઉંમર ૨૧ રાખી છે? એવું કેમ?
ચિન્કીઃ ના તો...
લલ્લુઃ સરકારને પણ ખબર છે કે દેશ સંભાળવા કરતાં બૈરીને સંભાળવાનું વધારે અઘરું કામ છે.
•
કુંવારા છોકરાએ પપ્પાને કહ્યુંઃ મારે લગ્ન નથી કરવા. મને સ્ત્રીઓથી બીક લાગે છે.
પપ્પા બોલ્યાઃ ‘કરી લે બેટા, પછી એક સ્ત્રીથી ડર લાગશે અને બાકી બધી ગમવા લાગશે...’
•