રમીલા અચાનક કનુને થપ્પડ મારી દીધી. કનુના ગાલ પર પંજાનું નિશાન પડી ગયું.
કનુઃ વહાલી આટલા જોરથી કેમ માર્યું?
રમીલાઃ મચ્છર બેઠું હતું. મારા દેખતાં કોઈ તમારું લોહી પીએ એ તો ચાલે જ નહીં ને!
---
ટીનુંઃ હેલ્લો બ્યૂટી? હાઉ આર યૂ?
બબલીઃ લાગે છે કે મગજ ઠેકાણે નથી!
ટીનુંઃ મારા દોસ્તો પણ એમ જ કહે છે...!
બબલીઃ એક થપ્પડ મારી તો મગજ ઠેકાણે આવી જશે.
ટીનુઃ તો તો બહુ સરસ! મારા પપ્પા નકામા મને પાગલખાને લઈ જવાનું કહેતા હતા, બોલો!
---
જિગોઃ કેમ નિરાશ દેખાય છે?
ભૂરોઃ યાર મારા છોકરાને ખાલી 97.5 ટકા જ આવ્યા.
જિગોઃ ડફોળ, આનંદ કર કે તારા છોકરાને આટલા બધા ટકા આવ્યા, એના જેટલા માર્ક્સ છે એટલો તો તને તાવ આવતો હતો.
---
શિક્ષકઃ તારા માત્ર પાંચ માર્ક આવ્યા તેમ છતાં તને હસવું આવે છ?
જિગોઃ મને એ વાતનું જ હસવું આવે છે કે, આ પાંચ માર્ક આવ્યા કેવી રીતે?
---
જિગોઃ અલ્યા કનુ, બ્યુટી ક્વીન લીલા સાથે ચેટિંગ કેમ ચાલે છે?
કનુઃ જવા દે ને યાર! એણે મને બ્લોક કરી દીધો.
જિગોઃ કેમ? તારે તો સારું ચાલતું હતું.
કનુઃ હા, પણ એક દિવસ એની ડીપી પર કમેન્ટમાં BADHIYAને બદલે BUDHIYA લખાઈ ગયું.
---
કન્યાના પિતાઃ આપનો સુપુત્ર શું કામ કરે છે?
વરના પિતાઃ અમારો વિનેશ તો પાઇલટ છે!
કન્યાના પિતાઃ અરે વાહ! કઈ એરલાઈન્સમાં છે?
વરના પિતાઃ એરલાઈન્સ નહીં, લગ્નપ્રસંગે ડ્રોન ઉડાડે છે!