રમીલાઃ સાંભળો! હું તમારું શર્ટ રોજ ચેક કરું છું.
નટુઃ હા... તો?
રમીલાઃ આજ સુધી એક પણ લાં...બો વાળ જોવા નથી મળ્યો.
નટુઃ હા, તો?
રમીલાઃ તો શું! તમને વાળ વગરની સ્ત્રી સાથે કંટોળા નથી આવતો?
---
પિતાઃ બેટા ટપુ, તને જોવા છોકરીના માતાપિતા આવે છે. પગાર પૂછે તો ખાસ્સો વધારે કહેજે! વટ પડી જવો જોઇએ...
ટપુઃ ઓકે પિતાજી!
છોકરીના પિતાઃ ટિપેન્દ્રકુમાર પગાર શું છે તમારો?
ટપુઃ વડીલ, મારો પગાર ગ્રોસ તો દોઢ કરોડ રૂપિયા છે. પરંતુ જાત જાતની કપાત પછી 8000 હાથમાં આવે છે.
---
ભૂરોઃ તને રસોઈ બનાવતા નથી આવડતું?
લીલીઃ ના
ભૂરોઃ તો લગ્ન પહેલા કેમ કીધું નહીં?
લીલીઃ મારે તમને સરપ્રાઈઝ આપવી હતી.
---
મીનાઃ ડિયર યાદ છે, લગ્ન પહેલાં આપણે એકબીજાને મળવા અને જોવા માટે કેવા બેચેન રહેતા હતા. કેટકેટલા જતન કરતા હતા...!
ટીકુઃ છોડને ડાર્લિંગ! જૂની વાતોને યાદ કરીને શો ફાયદો. માણસ પોતાની ભૂલોમાંથી જ ધીમે ધીમે શીખે છે.
---
લીલીઃ તમારા મોઢે માસ્ક પહેરો.
ભૂરોઃ પણ અત્યારે હું ક્યાં બહાર જાવ છું? ઘરમાં તો છું.
લીલીઃ ભલે ઘરમાં હોવ પણ મોઢું ઢાંકો.
ભૂરોઃ પણ કેમ?
લીલીઃ એકને એક મોઢું જોઈને કંટાળી જાવ છું.