ચંપાઃ તમને મારી સુંદરતા ગમે છે કે મારા સંસ્કાર?
જિગોઃ મને તો તારી મજાક કરવાની આ આદત વધારે ગમે છે.
---
ચંપાઃ હવે પિયરમાં મજા નથી આવતી મને લઈ જાવ.
જિગોઃ હજુ ચાર-પાંચ દિવસ રોકાઈ જાને.
ચંપાઃ ભાઈ, ભાભી, બહેન, પપ્પા, મમ્મી બધા સાથે બે-બે વાર ઝઘડી લીધું. બસ હવે તો લઈ જ જાવ.
જિગોઃ અરે એવું ન હોય, ઝઘડો તો થાય.
ચંપાઃ હા પણ તમારી સાથે ઝઘડવામાં જેવી મજા આવે છે એવી અહીંયા નથી આવતી.
---
શિક્ષકઃ બોલ ભૂરા દુનિયામાં કેટલા દેશ છે?
ભૂરોઃ કરી દીધીને ખોટી વાત. દુનિયામાં એક ભારત દેશ છે. બાકી બધા તો વિદેશ છે.