જિગોઃ તેં મારા પાકિટમાંથી પૈસા લીધા છે?
ચંપાઃ હા કેમ?
જિગોઃ લેતા પહેલાં મને એક વખત પુછાય તો ખરાને, સીધા લઈ જ લેવાના?
ચંપાઃ કાયમ તમારી પાસે માગ્યા કરીએ તો આત્મનિર્ભર ક્યારે થવાય?
•••
ચંગુને રૂ. બે કરોડની લોટરી લાગી. લોટરીવાળોઃ તમને ટેક્સ કાપીને 1.75 કરોડ રૂપિયા મળશે.
ચંગુ: આ તો ખોટું કહેવાયને, મને તો બે કરોડ રૂપિયા પૂરા જ જોઇએ, નહીંતર મારી ટિકિટના 100 રૂપિયા પાછા આપો.
•••
ભૂરોઃ તને ખબર છે આપણા માતાપિતા અને વિદેશી માતાપિતામાં શું ફરક છે?
જિગોઃ કેવો ફરક?
ભૂરોઃ વિદેશમાં માતાપિતા છોકરાને જગાડે તો ગુડમોર્નિંગ કહે છે જ્યારે આપણે ત્યાં પંખો બંધ કરી દેવાનો રિવાજ છે.
•••
ભૂરોઃ દાદા, તમે આટલો દારૂ પીઓ છો, લીવર બગડશે તો મરી જશો. તમને કોઇ રોકતું નથી?
દાદાઃ કોઈ નથી...
ભૂરોઃ ક્યાં ગયા બધા?
દાદાઃ બધા ગુજરી ગયા.
•••
લીલીઃ સાહેબ, મહિનાથી સાઈકલ ઉપર ફરું છું, પણ જરાય વજન ઉતરતું નથી.
ડોક્ટરઃ પણ તમે દરરોજ કેટલી સાઈકલ ચલાવો છો?
લીલીઃ અરે, હું સાઇકલ ચલાવતી નથી. હું તો પાછળ બેસું છું. તમે તો કહ્યું હતું કે સાઇકલ ઉપર ફરવાનું રાખો. જાતે ચલાવો એવું ક્યાં કહ્યું હતું?
•••
જિગોઃ ભૂરા, મેં તને કહ્યું હતું કે, આપણે 10 વાગ્યે વીડિયો કોન્ફરન્સ કરવાની છે તો પછી તેં ફોન કેમ ના ઉપાડ્યો?
ભૂરોઃ સોરી યાર, હું ત્યારે કપડાં ધોતો હતો પણ પછી મેં તને ફોન કર્યો ત્યારે તેં કેમ ફોનો નહોતો રિસિવ કર્યો?
જિગોઃ તે સમયે હું કચરાપોતાં કરતો હતો.
•••
ભૂરોઃ શું વાંચે છે આ?
જિગોઃ આદર્શ બાળઉછેર કેવી રીતે થાય એનું પુસ્તક વાંચી રહ્યો છું.
ભૂરોઃ પણ તારે ક્યાં બાળકો છે?
જિગોઃ હા, પણ મારો ઉછેર બાળક તરીકે યોગ્ય થયો છે કે નહીં તેની ચકાસણી કરું છું.
•••