છગન: કાલે મારા લગ્ન છે, પણ છોકરીવાળાએ ઓછા લોકોને બોલાવ્યા હોવાથી મને બહુ ટેન્શન છે.
મગન: એમાં તને કઇ વાતનું ટેન્શન છે?
છગન: યાર, પપ્પા મને લઇ જશે કે નહીં?
•••
એક વાર મગન રસ્તા પર મોજથી જતો હતો એવામાં તેણે એક દીવાલ પર વાચ્યુંઃ આ વાંચનારો ડોબો છે.
મગનને બહુ ગુસ્સો આવ્યો, તેણે તે ભૂંસીને લખ્યુંઃ આ લખનારો ડોબો છે.
•••
પપ્પુએ પેટ્રોલ પંપ પર જઇને કહ્યુંઃ ભાઇ, 10 રૂપિયાનું પેટ્રોલ ભરી દો.
પેટ્રોલ પંપવાળો: અરે ભાઇ, આટલું બધું પેટ્રોલ પુરાવીને ક્યાં લોંગ ડ્રાઇવ પર જશો?
પપ્પુ : જવું તો ક્યાંય નથી. હું તો બસ આવી રીતે જ પૈસા ઉડાવું છું.
•••
લીલીઃ મારા મોબાઈલમાં નેટવર્ક બરાબર આવતું નથી.
ભૂરોઃ મેડમ, ખરાબ એટમોસ્ફિયરને કારણે ક્યારેક આવું થાય.
લીલીઃ તો પછી મોબાઈલ મૂકી જઉં છું... એક વખત બરાબર ચેક કરીને મોબાઈલમાં નવું એટમોસ્ફિયર નાખી દેજો...
•••
ભૂરોઃ મારે મારી ગર્લફ્રેન્ડને કોઈ ગિફ્ટ આપવી છે શું આપું?
જિગોઃ ગોલ્ડન રિંગ આપ.
ભૂરોઃ ના, ના, કોઈ મોટી ચીજ બતાવ.
જિગોઃ તો પછી ટ્રેક્ટરનું ટાયર આપ.
•••
પતિ-પત્ની વચ્ચે જોરદાર ઝઘડો થયો.
ચંપાઃ હવે તો હદ થઈ ગઈ, હું મારી મમ્મીને ઘરે જઉં છું ને ક્યારે પાછી નહીં આવું.
ભૂરોઃ જતાં પહેલા એક ખુશખબર સાંભળતી જા, ગઇકાલે તારી મમ્મી પણ તારા પપ્પા સાથે લડીને પિયર જતી રહી છે.
•••
ટપુએ જોયું તો મીનુના મમ્મી કમલાબહેન માથે હાથ દઈને બેઠાં હતાં.
ટપુઃ શું થયું આન્ટી... આટલું ટેન્શન?
કમલાબહેનઃ અરે બેટા, ક્યારની મીનુને ઉઠાડું છું, પણ ઊઠતી જ નથી
ટપુઃ હું ઉઠાડી દઉં છું.
થોડી વારમાં જ મીનુ ઊઠી ગઈ અને દોડીને રસોડામાં કમલાબહેન પાસે પહોંચી ગઈ.
કમલાબહેનઃ અરે વાહ! ટપુ તેં એવું તે શું જાદુ કર્યું કે મીનુ તરત જાગી ગઈ?
ટપુઃ આન્ટી, મેં તેના કાનમાં એટલું જ કહ્યું કે તારી મમ્મી તારો મોબાઈલ ચેક કરે છે!
•••