અકબરઃ બિરબલ આપણા માણસોમાં સૌથી કામગરો માણસ કોણ છે?
બિરબલ બધાને બોલાવે છે, લાઈનસર ઊભા રાખે છે. પછી એક કર્મચારીનો હાથ પકડીને કહે છેઃ
‘શહેનશાહ, આ સૌથી કામગરો છે.’
અકબરઃ તમને શી રીતે ખબર પડી?
બિરબલઃ શહેનશાહ આના હાથમાં, ટેબલ પર કે ખિસ્સામાં મોબાઈલ ફોન નથી.
•••
ચંગુ સ્કૂલમાં ગધેડો લઇને ગયો.
શિક્ષકે સવાલ કર્યોઃ સ્કૂલમાં ગધેડો કેમ લાવ્યો?
ચંગુ: મેમ તમે જ કહેતા હતા ને કે મેં ભલભલા ગધેડાને માણસ બનાવ્યા છે, આને પણ બનાવી દો, તો તેનું ભલું થઇ જાય.
•••
ટીના યાર મારા વાળ બહુ ખરે છે.
મીના: કેમ?
ટીના: ચિંતાને કારણે.
મીના: પણ એવી તો શું ચિંતા છે?
ટીના: વાળ ખરવાની.
•••
બબીબહેનને પોલીસે ઉભા રાખ્યા.
બબીબહેને પૂછ્યછયુંઃ ‘શું થયું સાહેબ?
પોલીસ કહે, તમારા સ્કૂટર પર ‘L’નું બોર્ડ છે. અને તમે એકલા સ્કૂટર ચલાવો છો. કાયદા મુજબ તમારી પાછળ એક લાઇસન્સવાળું કોઈ બેઠું હોવું જોઈએ.
બબીબહેન ચોંક ઉઠ્યાઃ
‘હેં એ પાછળ નથી બેઠા? લે... એ તો રસ્તામાં પડી ગયા લાગે છે.’
•••
ચિત્રકાર કહેઃ સાહેબ, હું તમારી પત્નીનું સરસ ચિત્ર બનાવી આપું?
બબલદાસઃ ચિત્ર આબેહૂબ બનવું જોઈએ. તો જ પૈસા આપીશ.
ચિત્રકારઃ અરે સાહેબ એવું આબેહૂબ કે જાણે હમણાં જ બોલવા લાગશે.
બબલદાસઃ રહેવા દે, આપણે ચિત્ર નથી બનાવવું.
•••
ભૂરોઃ કાલે તો ભારે ગજબ થઈ ગયો...
જિગોઃ શું થયું?
ભૂરોઃ બધી લેડીઝ ગાર્ડનમાં ચૂપચાપ બેઠી હતી.
જિગોઃ કેમ?
ભૂરોઃ કારણ કે કાલે બધી જ લેડીઝ હાજર હતી.
•••
ભૂરોઃ આજે તું બહુ સુંદર દેખાઈ રહી છે
લીલીઃ થેન્ક યુ, તમે પણ મારા જેટલા સુંદર હોત તો હું પણ આવું બોલી શકત.
ભૂરોઃ વાંધો નહીં, તું મારી જેમ ખોટું પણ બોલી શકે.
•••