શિક્ષક: ચંગુ તું ક્લાસમાં આટલો મોડો કેમ આવ્યો?
ચંગુ: સાહેબ હું તમારા ક્લાસમાં મોડો નથી આવ્યો, પણ આગલા ક્લાસ માટે વહેલો આવ્યો છું.
•••
ચંગુ લાઇબ્રેરીમાં જઇને પૂછે છે આત્મહત્યાની રીતોનું પુસ્તક ક્યાં છે?
લાઇબ્રેરિયનઃ પુસ્તક તો આપું, પણ પાછું કોણ આપી જશે?
•••
ચિન્કી: અરે જો તો તારા પતિની સેક્રેટરી તેમને ક્યારની એકીટશે જોઇ રહી છે.
મિન્કી: મનેય ખબર છે, પણ હું એ જોઉં છું કે મારા પતિ કેટલી વાર સુધી તેની ફાંદને અંદર દબાવીને રાખી શકે છે.
•••
યુવકઃ હું એવી છોકરી સાથે લગ્ન કરીશ કે જે મહેનતુ હોય, સાદગીથી રહેતી હોય, ઘર વ્યવસ્થિત સંભાળતી હોય, અને સાથે સાથે જ આજ્ઞાકારી પણ હોય.
યુવતીઃ મારા ઘરે આવી જા... મારી નોકરીણીમાં આ બધા ગુણ છે.
•••
પત્નીઃ તમને એક કરોડની લોટરી લાગી જાય અને એ જ દિવસે મારું અપહરણ પણ થાય અને તેના બદલામાં અપહરણકર્તાઓ એક કરોડ રૂપિયા માંગે તો તમે શું કરો?
પતિઃ તારો સવાલ લાખ રૂપિયાનો છે, પણ એક સાથે આવી બે-બે લોટરી લાગી શકે?
•••
એક બહેન પાણી પીવા માટે રાત્રે રસોડામાં ગયા ને ત્યાં ચૂડેલ કે ભૂતપ્રેત જેવું કંઇક જોઈને ડરી ગયા. બીજા દિવસે બહેનને જોરદાર તાવ આવી ગયો તો પતિ તેને દવાખાને લઈ ગયો. ડોક્ટરે તપાસ કરીને દવા આપતાં કહ્યું, ‘તમે રસોડામાંથી અરીસો કઢાવી નાંખો.’
•••
શિક્ષક ટપૂને કહે, ‘બેટા! જો આપણે સાચા હૃદયથી પ્રાર્થના કરીએ તો ઇચ્છા જરૂર પૂરી થાય છે.’
ટપુ કહે, ‘સર જવા દો! આ ખોટી વાત છે.’
શિક્ષક કહે, ‘બેટા! તદ્દન સાચું છે, તું અખતરો કરી જો.’
ટપુ કહે, ‘કર્યો હતો, જો સફળ થયો હોત તો તમે મારા સર નહીં સસરા હોત!
•••