ચંગુ પિતાને પપ્પા પાંચસો રૂપિયા આપો.
પિતા: શું કરીશ પાંચસો રૂપિયાનું?
ચંગુ: મારા બધા મિત્રોનું એકાઉન્ટ છે, હું પણ ખોલાવીશ?
પિતા: કઈ જગ્યાએ?
ચંગુ: પાનના ગલ્લે...
•••
ચંગુ ઝાડ પર ઊંધો લટકતો હતો
મંગુએ છ્યપૂછયુંઃ શું થયું? આમ કેમ લટકે છે?
ચંગુઃ કંઈ નહીં, માથાના દુખાવાની ગોળી ખાધી છે. ક્યાંક પેટમાં ન જતી રહે એટલા માટે.
•••
મનિયોઃ રેલવે સ્ટેશન જવાના કેટલા લેશો?
રિક્ષાવાળોઃ 50 રૂપિયા.
મનિયોઃ 20 આપીશ.
રિક્ષાવાળોઃ 20માં કોણ લઈ જાય?
મનિયોઃ તું પાછળ બેસ, હું લઈ જાઉં છું.
•••
ચંગુનો પરિવાર સગપણની વાત કરવા ગયો. છોકરીના પરિવારે કહ્યું, ‘અમારી દીકરી હજુ ભણે છે.’
ચંગુના પિતા: વાંધો નહીં અમે બે કલાક પછી આવીશું...
•••
ટપુએ મોલમાં ફોન કર્યોઃ તમારે ત્યાં ફ્રીઝ છે?
મોલ કર્મચારીઃ છેને સાહેબ! સાહેબ આપ કોણ?
ટપુઃ પહેલા એ કહો કે ફ્રીઝ ચાલે છે?
કર્મચારીઃ હા સાહેબ ચાલે છે ને!
ટપુઃ તો એને સાંકળ બાંધી દો. ચાલતું ચાલતું ક્યાંક જતું ન રહે!
•••
શિક્ષકે પૂછ્યછયુંઃ મનુ અઠવાડિયાથી સ્કૂલ કેમ નહોતો આવ્યો?
મનુઃ સર, માંદો હતો. બર્ડ ફ્લુ થઈ ગયો હતો.
શિક્ષકઃ ખોટું બોલે છે? આ રોગ તો પક્ષીઓને થાય.
મનુઃ સાચી વાત છે, સર પણ તમે મને રોજ કાન પકડાવીને મરઘો બનાવતા હો છો તેમાં બર્ડ ફ્લૂને ભુલ થઇ ગઈ હશે.
•••
પોલીસઃ ભૂરા તારા વાહનના કાગળો બરાબર છે, ઇન્સ્યુરન્સના કાગળો બરાબર છે, તારી પાસે હેલ્મેટ છે, પણ 2000 રૂપિયાનો દંડ તો થશે જ.
ભૂરોઃ પણ કેમ સાહેબ?
પોલીસઃ બધા ડોક્યુમેન્ટ પ્લાસ્ટિક બેગમાં સાચવીને મૂક્યા છે અને પ્લાસ્ટિક વાપરવા પર પ્રતિબંધ છે.