હાસ્ય - જોક્સ

હાસ્ય - જોક્સ

Wednesday 03rd May 2023 06:25 EDT
 
 

ભૂરોઃ બોલ તારે જન્મદિવસે શું ગિફ્ટ જોઈએ છે?
લીલીઃ મારે એવી ચીજ જોઈએ છે, જે એક સેકન્ડમાં 0થી 80 પર પહોંચી જાય.
ભૂરોઃ આ જો તારા માટે શું લાવ્યો છું?
લીલીઃ અરે તમે આ લાવ્યા? મને તો એમ કે તમે કાર લાવશો, પણ આ તો વજનકાંટો છે!
•••
પતિ: મારે સમજદાર મહિલા સાથે લગ્ન કરવા જોઇતા હતા.
પત્ની: કોઇ પણ સમજદાર મહિલા તમારી સાથે લગ્ન ના કરે.
પતિ: બસ મારે આ જ સાબિત કરવું હતું.
•••
ચંગુ કચોરી ન ખાઇને માત્ર અંદરનો મસાલો ખાઇ રહ્યો હતો.
મંગુઃ તું કચોરી કેમ આ રીતે ખાય છે?
ચંગુ: તબિયત ખરાબ છે અને ડોક્ટરે બહારનું ખાવાની ના પાડી છે એટલે!
•••
રમેશે મેડિકલ સ્ટોર પરથી દવા ખરીદી અને પછી કહ્યુંઃ ખાંડ તો આપો.
સ્ટોર માલિકઃ ભાઈ અહીં ખાંડ નથી મળતી.
રમેશઃ તો આ દવા પાછી લઈ લો. આની પર તો લખ્યું છે ‘શુગર ફ્રી.’
•••
પતિ (પત્નીને)ઃ શું તું જાણે છે દુનિયામાં સૌથી શરીફ કોણ છે?
પત્નીઃ દુનિયામાં માત્રએ લોકો જ શરીફ છે, જેમના મોબાઈલમાં હજુ પણ પાસવર્ડ નથી હોતો.
•••
છોકરીઃ તમે શું કરો છો?
છોકરોઃ નારી સન્માન સેવા પર કામ કરું છું
છોકરીઃ વાહ, તો તમે સામાજિક કાર્યકર છો એમ ને?
છોકરોઃ ના, ફેસબુક પર છોકરીઓના ફોટા લાઈક કરું છું.
•••
ચંગુની પત્ની કાજુ ખાઇ રહી હતી.
ચંગુ: એકાદ-બે કાજુ મને તો ચખાડ.
પત્નીએ એક કાજુ હાથમાં આપ્યો.
ચંગુ: બસ એક જ?
પત્નીઃ બાકીના કાજુના સ્વાદ પણ સરખા જ છે.
•••
ભૂરોઃ તું પક્ષીઓ વિશે બધું જાણે છે?
જિગોઃ હા
ભૂરોઃ બોલ કયું પક્ષી ઊડી નથી શકતું?
જિગોઃ મરેલું પક્ષી.

•••


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter