ભૂરોઃ તારા કારણે આ કાચ ફૂટ્યો...
લીલીઃ બિલકુલ નહીં.
ભૂરોઃ તેં જ આનો મારા તરફ ઘા કર્યો હતો
લીલીઃ જો તું તારી જગ્યાએ બરાબર ઊભો રહ્યો હોત તો કાચ ના તૂટત...
•••
ચંપાઃ શું કરે છે?
જિગોઃ મગફળી ખાઈ રહ્યો છું
ચંપાઃ અરે વાહ... એકલો એકલો...
જિગોઃ તો શું દસ રૂપિયાની મગફળીમાં શું ભંડારો કરું?!
•••
જિગોઃ બોલ એવી કઈ ચીજ છે, જે હંમેશાં આપણી જ હોય, ઘરવાળીની કદી ના હોય.
ભૂરોઃ ભૂલ
•••
જિગોઃ તું આટલો દારૂ કેમ પીવે છે?
ભૂરોઃ મારી ગર્લફ્રેન્ડ બ્રેક અપ કરી લીધું એટલે.
જિગોઃ તારી ગર્લફ્રેન્ડે બ્રેક અપ કેમ કર્યું?
ભૂરોઃ હું અતિશય દારૂ પીતો હતો એટલે.
•••
ભૂરોઃ હું તારી સાથે લગ્ન નહીં કરી શકું, કેમ કે મારા ઘરવાળા માનતા નથી
લીલીઃ તારા ઘરમાં કોણ કોણ છે?
ભૂરોઃ એક પત્ની અને બે બાળકો...
•••
ભૂરોઃ કાલ તો બેભાન થતાં થતાં રહી ગયો
જિગોઃ કેમ શું થયું?
ભૂરોઃ કાલે બધા કાગળીયા જોતો હતો તેમાં તારી ભાભીનું ધોરણ દસનું રિપોર્ટકાર્ડ હાથમાં આવ્યું.
જિગોઃ તેમાં શું થઈ ગયું?
ભૂરોઃ તેમાં લખ્યું હતું ‘મધુરભાષી અને શાંતિપ્રિય વિદ્યાર્થિની’
•••
ભૂરોઃ કેમ ઉદાસ છે?
જિગોઃ તારા કારણે, તેંે કહ્યું હતું કે, પત્નીને ખુશ કરવા જમતી વખતે વખાણ કરવાના.
ભૂરોઃ હા તો, બરોબર જ કહ્યું હતું.
જિગોઃ કાલે કરી જોયું, જમતી વખતે કહ્યું, વાહ શું દાળ છે... વાહ શું શાક છે...
ભૂરોઃ પછી શું થયું?
જિગોઃ તારી ભાભી જતી રહી અને જતાં જતાં બોલતી ગઇ, રોજ હું રાંધું છું તો મૂંગા મરો છો ને આજે બાજુવાળી આપી ગઈ છે તો વખાણ કરો છો?
•••
ભૂરોઃ અરે શું કામ મારે છે ટીનીયાને?
લીલીઃ મેં એને કીધું કે ભણવામાં ધ્યાન દે તો બહુ સરસ વાઇફ મળશે. તો કહે છે પપ્પા આટલું બધું ભણ્યા શું મળ્યું?
•••