જિગોઃ પત્ની કેવી હોય?
ભૂરોઃ બે પ્રકારની - એક કેર કરે એવી અને બીજી કાળો કેર વર્તાવે એવી.
•••
પત્નીઃ આટલા દિવસ માવા-મસાલા વગર ચાલ્યું તો વચન આપો કે લોકડાઉન ખુલ્યા પછી પણ નહીં જ ખાઓ.
પતિઃ ચાલ આપ્યું વચન, પણ આ દિવસોમાં તારેય પાણીપુરી વગર ચાલ્યું છે... હવે તારે પણ નહીં ખાવાની...
પત્નીઃ તમારા જેવું કોણ થાય? જાવ લઇ લો, દાદરા નીચેના ખાનામાં એક મસાલો પડ્યો છે.
•••
ભૂરોઃ હવે તો હં બધુ સ્વદેશી જ વાપરીશ
જિગોઃ ખૂબ સરસ...
ભૂરોઃ હવેથી રસ્તો શોધવા ગૂગલ મેપના બદલે પાનના ગલ્લાવાળાનો જ સહારો લઈશ.
•••
છગન અને લીલી હાથમાં હાથ નાખીને માર્કેટ ફરી રહ્યા હતા.
મગન: આટલા વર્ષેય તમારો આવો પ્રેમ જોઈને ગદગદ થઈ જવાય છે.
છગન: આ કંઈ પ્રેમ-બ્રેમ નથી. હાથ છોડું તો દુકાનમાં ઘૂસી જાય છે એટલે પકડી રાખી છે
•••
લોકડાઉનમાં પતિઓની સ્થિતિ...
પત્નીઃ કહું છું... સાંભળો છો?
પતિઃ બીજો ઉપાય જ ક્યાં છે?
•••
જિગોઃ હવે તો મારે પાપ લાગે એવા જ બધા કામ કરવા છે
ભૂરોઃ કેમ? કેમ?
જિગોઃ મારા બધા ભાઈબંધો નરકમાં જશે તો, હું ખાલી સારા કામો કરીને સ્વર્ગમાં જઈને શું કરીશ?
•••
જિગાને કમ્પ્યૂટર કંપનીમાં નોકરી મળી.
મેનેજરઃ આ નવ કલાક સુધી તમે કમ્પ્યૂટરમાં શું કામ કર્યું?
જિગોઃ કીબોર્ડમાં એ, બી, સી, ડી આડીઅવળી લખી હતી, આજે તે સીધી કરી દીધી.
મેનેજરઃ કાલથી ઓફિસ આવતો નહીં.
•••