નારણકાકા હોસ્પિટલમાં ચેક-અપ કરાવવા ગયા હતા.
નર્સે કહ્યુંઃ કાકા, એક ઊંડો શ્વાસ લો.
નારણકાકાએ ઊંડો શ્વાસ લીધો.
નર્સે પૂછ્યુંઃ કેવું લાગે છે?
નારણકાકાઃ સારું લાગે છે, કયું પરફ્યુમ છે?
•••
ગાઇડ બધા પ્રવાસીઓને કહે, આ નાયગ્રા ધોધ છે. એમાંથી પડતા પાણીનો અવાજ એટલો પ્રચંડ છે કે સુપરસોનિક વિમાન પસાર થાય તો એનો અવાજ સંભળાય નહીં.
બધા આશ્ચર્યથી સાંભળતા હતા, પણ કેટલીક મહિલાઓ અંદર અંદર વાતો કરી રહી હતી.
ગાઈડઃ હવે તમે બધી મહિલાઓ જો વાતો બંધ કરશો તો તમને નાયગ્રા ધોધનો અવાજ સ્પષ્ટ સંભળાશે.
•••
બકીએ મમ્મીને ફોન કર્યો, મમ્મી કાલે રાત્રે મારો રમેશ સાથે જોરદાર ઝઘડો થઈ ગયો.
મમ્મીઃ બેટા! પતિ-પત્ની વચ્ચે ઝઘડા તો થયા કરે. જીવન છે ચાલ્યા કરે, બહુ ચિંતા નહીં કરવાની.
બકીઃ એ તો મનેય ખબર છે મમ્મી. પણ પહેલાં મને એ સમજાવ કે હવે લાશનું શું કરવાનું?
•••
ટપુએ પિતાને કહ્યું, પપ્પા મને બુલેટ અપાવી દો ને
પિતાઃ નાલાયક પાડોશીની પૂજાને જો, રોજ બસમાં બેસીને કોલેજ જાય છે.
ટપુઃ સાચી વાત છે, પપ્પા મારાથી એ જ તો જોયું જતું નથી.
•••
કોરોનાની વેક્સન આપવા સ્વયંસેવકો નીકળ્યા હતા અને તેઓ બબલદાસના ઘેર પહોંચ્યા. એમને જોતાં જ બબલદાસ કહે, ‘અરે મધુ, બંદૂક અને કારતૂસ ક્યાં છે?’
આ સાંભળતાં જ વેક્સિન આપવા નીકળેલા લોકો ભાગવા લાગ્યા.
બબલદાસે પાછળ દોડીને એમને રોક્યા
એ લોકો કહે, ‘અમને માફ કરી દો ભાઈ! અને તમારે ઘરે વેક્સિન નહીં આપીએ.’
બબલદાસ કહે, ‘અરે ભાઈ! અમે વેક્સિન લેવા તૈયાર છીએ. હું વેક્સિન લેવા જ બંદૂક અને કારતૂસને બોલાવતો હતો... એ મારા દીકરાના નામ છે.’
•••