જૂની કહેવતઃ દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે.
નવી કહેવતઃ દરેક નારાજ સ્ત્રી પાછળ એક પુરુષનો હાથ હોય છે, જેને એ ખબર નથી હોતી કે એણે શું ભૂલ કરી છે.
•
ચંપાઃ તમે તો મારું જરાયે ધ્યાન રાખતા નથી...
જિગોઃ અરે તું એક જ તો છો જે મારા આ ઘરને સ્વર્ગ બનાવી શકે છે
ચંપાઃ સાચું કહે છે ડાર્લિંગ... કેવી રીતે?
જિગોઃ પિયર જઈને.
•
જિગોઃ માજી, આમ 70 વર્ષે છૂટાછેડાની અરજી આપવી ઠીક નહીં.
લીલીઃ પણ શું કરું મારા પતિ મારા પર માનસિક અત્યાચાર કરે છે.
જિગોઃ એ કેવી રીતે?
લીલીઃ જ્યારે પણ મન થાય ત્યારે મને ખરીખોટી સંભળાવે છે, અને હું જ્યારે સામે બોલવાનું શરૂ કરું ત્યારે કાનનું મશીન કાઢીને બેસી જાય છે!
•
લીલીઃ જાવ મારે તમારી સાથે વાત જ નથી કરવી.
ભૂરોઃ ઠીક છે ત્યારે, જેવી તારી મરજી.
લીલીઃ મેં ક્યા કારણસર આવો નિર્ણય લીધો છે તમારે નથી જાણવું?
ભૂરોઃ ના હું તારા નિર્ણયનું સન્માન કરું છું.
•