પતિ અને પત્ની બંને વાત કરી રહ્યા હતા પતિ: ડાર્લિંગ હું તને ક્યારેય ઝઘડો કરવાની તક નહીં આપું.
પત્ની: તમે તક આપો તે માટે હું રાહ જોઇને બેસી નહીં રહું!
•••
ચંગુ: શર્ટ માટે સારું કાપડ બતાવો
સેલ્સમેનઃ પ્લેનમાં દેખાડું તો ચાલે?
ચંગુ: ના, હેલિકોપ્ટરમાં બતાવ.
•••
શિક્ષક: મન મક્કમ હોય તો પથ્થરમાંથી પણ પાણી બહાર કાઢી શકાય છે.
મનિયો: સાહેબ, હું તો લોખંડમાંથી પણ પાણી કાઢી શકું છું.
શિક્ષક: કઇ રીતે?
મનિયોઃ હેન્ડપમ્પ ચલાવીને...
•••
પત્નીની પિયર જવાની વાત સાંભળીને પતિ બહુ ખુશ થયો અને પત્નીને દેખાડવા બોલ્યો: હું તને બહુ મિસ કરીશ.
પત્ની તરત બોલી: સારું, તો નથી જતી બસ?
•••
ટીચર: પપ્પુ, તેં કદી કોઈ સારું કામ કર્યું છે?
પપ્પુ: હા સર, કર્યું છે ને.
ટીચર: શું?
પપ્પુ: એક વાર એક દાદા ધીમે ધીમે ચાલતા ઘરે જતા હતા. મેં તેમની પાછળ કૂતરું દોડાવીને તેમને જલદી ઘરે પહોંચાડી દીધા.
•••
સોનુ: જો તને ગરમી લાગે તો તું શું કરે છે?
મોનુઃ હું કુલર પાસે જઈને બેસું છું.
સોનુઃ તેમ છતાં ગરમી લાગે તો શું કરે?
મોનુ: તો કુલર ચાલુ કરી દઉં બીજુ શું?
•••
શિક્ષકઃ પાંચમાંથી પાંચ કાઢે તો શું બચે?
ચંગુઃ ખબર નથી સાહેબ.
શિક્ષકઃ જો તારી પાસે પાંચ ભટુરા છે અને હું તે પાંચેય લઇ લઉ તો તારી પાસે શું બચશે?
ચંગુ: છોલે.
•••
મનિયો લોઅર કેજીમાં ભણતો હતો. એક વાર સતત ચાર દિવસ લેટ જતાં ટીચરે તેને સવાલ કર્યો કે તું રોજ લેટ કેમ આવે છે?
મનિયો: મેડમ, મારી ચિંતા ન કરો,
તમે મારી રાહ જુઓ છો એમાં બાળકો ખોટું સમજે છે.
•••
વકીલઃ ખૂનીએ છરી મારી ત્યારે તમે ક્યાં હતા
સંજુ: હું 15 ફૂટ 5 ઇન્ચ દૂર હતો
વકીલઃ એમ. શું તમે માપ લીધુ હતું?
સંજુ: હા, કારણ મને ખબર હતી કે કોઇ મૂર્ખ તો આ પૂછશે જ!
•••