ચંગુ: મોટાભાઈ, આપણે હવે થોડા સમયમાં જ પૈસાદાર બની જઈશું
મોટાભાઇ: કઇ રીતે?
ચંગુ: મારા ગણિતના સાહેબ કાલે અમને પૈસાને રૂપિયામાં ફેરવતા શીખવવાના છે
•••
પુત્ર: પપ્પા મારે લગ્ન નથી કરવા, મને બધી મહિલાઓથી બીક લાગે છે
પિતા: બેટા લગ્ન કરી લે, પછી તને એક જ મહિલાથી બીક લાગશે અને બાકીની બધી મહિલાઓ સારી લાગશે.
•••
શિક્ષક: ગાય અને ગોવાળ બંને વચ્ચે શું ફરક છે?
મનિયો: સાહેબ, ગાય ચોખ્ખું દૂધ આપે જ્યારે ગોવાળ પાણીવાળું.
•••
છોકરી: ડોક્ટર સાહેબ, પેટમાં બહુ દુખે છે
ડોક્ટર: કાલે રાત્રે શું ખાધું હતું?
છોકરી: પિત્ઝા, બર્ગર અને ફ્રેન્ચ ફ્રાઇસ
ડોક્ટર: આ ફેસબુક નથી, સાચું બોલ...
છોકરી: ગલકાનું શાક ને કાલની રોટલી.
•••
મમ્મી: મનિયા જમી લે.
મનિયો: ના, હું એના વિના તો એક કોળિયો પણ મોઢામાં નહીં જ મૂકું...
મમ્મી (થપ્પડ મારીને)ઃ બોલ તો ખરો... કોના વિના નહીં જમે?
મનિયો: અથાણા વિના!
•••
પત્ની (પતિને): તમે જમ્યા?
પતિ: તમે જમ્યા?
પત્ની: હું તમને પૂછું છું.
પતિ: હું તમને પૂછું છું.
પત્ની: તમે નકલ કરો છો?
પતિ: તમે નકલ કરો છો?
પત્ની: ચાલો શોપિંગ કરવા
પતિ: હા, જમી લીધું.
•••
એક વાર પતિ-પત્ની મોંઘીદાટ રેસ્ટોરાંમાં જમવા ગયા. વેઈટરને ઓર્ડર આપ્યો.
થોડી વાર પછી વેઇટર ખાવાનું લઈને આવ્યો.
પતિ કહે: ‘વાહ! આવી ગયું ખાવાનું. ચાલ, શરૂ થઈ જા.’
પત્ની કહે: ‘કેમ? ઘરે તો જમતાં પહેલાં તમે કાયમ પ્રાર્થના કરો છો’
પતિ કહેઃ ‘આ ઘર થોડું છે? અહીં શેફને રાંધતા બરાબર આવડે છે ને એને ખબર છે કે એણે શું બનાવ્યું છે...’
•••
યુવકઃ તું ખૂબ ભલી, પ્રેમાળ ને સુંદર છે...
યુવતીઃ બસ હં, મને ખબર છે કે આવું બધું મીઠું મીઠું બોલીને તું મને તારા પ્રેમમાં પાડવા માગે છે.
યુવકઃ .... અને સમજદાર પણ.
•••