છોકરાનો પરિવાર છોકરીને જોવા એના ઘરે ગયો. છોકરા અને છોકરીએ એકબીજાને પસંદ કરી લીધાં. તરત પંડિતને તેડાવવામાં આવ્યા.
પંડિત કહે, ‘છત્રીસમાંથી છત્રીસ ગુણ મળે છે. લગ્ન કરાવી દો.’
આ સાંભળીને છોકરાનો બાપ અચાનક ઊભો થઈને ચાલવા જ માંડયો.
પંડિતે પૂછયુંઃ ‘અરે, શું થયું?’
છોકરાનો બાપ કહે, ‘છોકરો તો નાલાયક છે... હવે શું વહુ પણ એવી જ લાવવાની?’
•••
બેલેન્સ્ડ ડાયેટ એટલે કે સંતુલિત આહાર વિશે એક સેમિનાર ચાલી રહ્યો હતો. ભાગ લેનારાઓને પ્રશ્ન પૂછવામાં આવ્યોઃ ‘કઠોળના ફાયદા શું છે એ કોઈ કહેશે?’
એક પતિએ નિર્દોષભાવે જવાબ આપ્યોઃ ‘એમાં સમારવું ન પડે!’
•••
દર્દીઃ ડોક્ટર, મારાં હાડકાં બે જગ્યાએ ભાંગી ગયાં છે. હું શું કરું?
ડોક્ટર: એ બે જગ્યાએ ફરી વાર ક્યારેય ન જતા.
•••
આળસુ દીકરો: પપ્પા મને એક ગ્લાસ પાણી આપોને, તરસ લાગી છે.
પિતા: આળસુ, ઊભો થઈને જાતે લઇ લે.
દીકરો: પ્લીઝ પપ્પા આપો ને...
પિતાઃ હવે બોલ્યો તો થપ્પડ મારીશ.
દીકરો: થપ્પડ મારવા આવો ત્યારે પાણીનો ગ્લાસ લેતા આવજો.
•••
પતિ પત્નીને: તે મારા પાકીટમાંથી પૈસા કાઢ્યા છે?
પત્ની: હા, કાઢ્યા છે.
પતિ: માગી લેવા જોઇએને...
પત્ની: ક્યાં સુધી માગતી રહીશ હવે મારે આત્મનિર્ભર બનવું છે!
•••
એક છોકરો પોતાની કાર ધોઇ રહ્યો હતો ત્યારે જ પડોશની એક આન્ટી આવી અને તેણે મજાક કરવાનું વિચાર્યુ
આટી: કાર ધોઇ રહ્યો છે બેટા?
છોકરો: ના આન્ટી, પાણી આપું છું, કદાચ મોટી થઇને બસ બની જાય!
•••
ચંગુના લગ્ન નહોતા થતા, જ્યાં પણ લગ્નની વાત શરૂ થતી ત્યાં અધવચ્ચે અટકી પડતી. ચંગુ (પંડિતને)ઃ પંડિતજી મારા લગ્ન નથી થતા. જ્યાં પણ વાત ગોઠવાય છે, તૂટી જાય છે, હું શું કરું?
પંડિતજી: બધા પાસે સદા સુખી રહો એવા આશીર્વાદ લેવાનું બંધ કરો.
•••