હાસ્ય

જોક્સ

Wednesday 20th November 2024 06:55 EST
 
 

પત્ની: મારા જન્મદિવસ પર મને એપલ કે બ્લેકબેરી અપાવી દેજો.
પતિ: અરે તું કાકડી કે પપૈયું ખા, આજકાલ તેની સીઝન ચાલે છે..!
•••
નવીસવી પરણીને ઘરમાં આવેલી વહુએ પોતાની સાસુના ચરણસ્પર્શ કર્યા.
સાસુઃ સદા ખુશખુશાલ રહો...
નવવધૂઃ ...પણ તમે ખુશ રહેવા દેશો ખરા?
•••
પતિ-પત્ની વચ્ચે કોઇ વાતે ઝઘડો થયો.
પત્નીઃ હું 10 સુધી ગણીશ. તમે નહીં બોલો તો ઝેર ખાઇ લઇશ.
પત્નીઃ એક.
પતિ ચુપ.
પત્નીઃ બે
પતિ ફરી ચુપ.
પત્નીઃ બોલો ને... પ્લીઝ.
અને પત્ની રડવા લાગી.
પતિઃ નહીં જ બોલું, ગણવાનું ચાલુ રાખ.
પત્નીઃ હાશ, તમે બોલ્યા તો ખરા, નહિતર હું ઝેર ખાવા જ જતી હતી.
•••
યુવકઃ હું તારી સાથે લગ્ન નહીં કરી શકું. મારા ઘરવાળા માનતા નથી.
યુવતીઃ કોણ કોણ છે તારા ઘરમાં?
યુવકઃ પત્ની અને બે બાળકો.
•••
મમ્મીઃ ઊઠ નાલાયક, જો સૂરજ ક્યારનો ઊગી ગયો.
દીકરોઃ તો શું થયું મમ્મી? એ સૂવે છે પણ મારાથી વહેલો ને?
•••
પત્ની: મારા લગ્ન કોઇ રાક્ષસ સાથે થયા હોત તો પણ જિંદગીમાં હું આટલી હેરાન તો ન જ થતી હોત.
પતિ: અરે ગાંડી બ્લડ રિલેશનમાં લગ્ન ન થાય એટલું પણ તું નથી જાણતી..!
•••
પત્ની: સાંજે બગીચામાં કોની સાથે બેઠા હતા? એ યુવતી બહેન હતી કે પછી તમારી ગર્લફ્રેન્ડ?
પતિ: એણે હજુ કંઇ કીધું નથી.
•••
ચંગુ: મેં મારી પત્નીને 12મું ભણાવ્યું, પછી બીએ કરાવ્યું અને તે બાદ એમ.એ પણ કરાવ્યું અને હવે સરકારી નોકરી અપાવી. બોલ, હવે તેના માટે બીજું શું કરવું જોઇએ?
મંગુ: એક કામ કર, સારો મુરતિયો જોઇને તેને પરણાવી દે.
•••
ચંગુ: પપ્પા દારૂડિયો કોણ હોય છે? તેને કઇ રીતે ઓળખી શકાય...
પપ્પા: બેટા, આ સામે જે ચાર કાર દેખાય છે ને તે દારૂડિયાને આઠ દેખાતી હોય છે.
ચંગુ: પણ પપ્પા સામે તો માત્ર બે કાર જ છે!
•••


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter