હાસ્ય

Wednesday 27th November 2024 08:13 EST
 
 

કેટલાંક અતિ લોકપ્રિય જૂઠ્ઠાણાં...
શિક્ષક: ભણો ભણો, નહીં તો જિંદગીમાં કદી આગળ નહીં આવો.

માતા-પિતાઃ ખાલી બારમા ધોરણ સુધી જ મહેનત કરવાની છે, પછી તો મજા જ મજા છે.

કંડક્ટર: અરે, પાછળ આખી બસ ખાલી આવે છે.

નવો નોકરિયાતઃ પગાર થોડોક ઓછો છે, પણ શીખવા જેવું ઘણું છે.

છોકરીને જોવા આવ્યા હોય ત્યારે એના પિતાજી: આજે આ બધી વાનગી અમારી દીકરીએ જ બનાવી છે.

સગાઈ વખતે છોકરો: હું ક્યારેક ઓફિસની પાર્ટીમાં પી લઉં છું, બાકી તો અડકતો પણ નથી.

પત્નીઃ તમે બહુ ભોળા છો...

પતિઃ તું તારી મમ્મીના ઘરે જાય છે ત્યારે મને એક મિનિટ પણ ગમતું નથી.

પડોશણઃ તમારા ભાઈને મારા હાથની રસોઈ બહુ જ ભાવે.

કપડાંનો સેલ્સમેન: મેડમ, આ રંગ તમને પરફેક્ટ આવે છે.

નિર્ણાયકોઃ અમારી નજરમાં દરેક ભાગ લેનાર સ્પર્ધક વિજેતા જ છે.
•••
મમ્મી: બેટા, તું આજે સ્કૂલે કેમ નથી ગયો?
મનિયો: કાલે સ્કૂલમાં સાહેબ અમારા બધાનું વજન કરતા હતા, શું ખબર આજે અમને વેચી મારે તો!
•••
કૃપા કરીને દારૂ પીને ATM ના જાવ ગઇકાલે જ પપ્પુએ 500ની નોટ ફાડી નાખી હતી અને તે રિસિપ્ટ ગજવે નાખીને ઘરે પાછો આવ્યો હતો!
•••
બે પડોશી મહિલાઓ વાત કરતી હતી...
પહેલી મહિલા: તમારા વાસણ તો ખૂબ ચમકી રહ્યા છો, તે વાસણ સાફ કરવા શેનો ઉપયોગ કરો છો?
બીજી મહિલા: મારા પતિનો!
•••
પિતા: આ વખતે નાપાસ થયો તો પછી મને ક્યારેય પિતા ના કહેતો...
થોડા દિવસ બાદ પિતાએ પુત્રને સવાલ કર્યોઃ તારું રિઝલ્ટ શું આવ્યું ચંગુ?
ચંગુ: કંઇ નહીં હરિશચંદ્ર, તમે બાપ હોવાનો હક ગુમાવી ચૂક્યા છો.
•••


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter