ટીચરઃ કોના ઘરમાં શાંતિ હોય છે?
સ્ટુડન્ટઃ જે ઘરમાં પતિ-પત્ની બંને મોબાઈલમાં બિઝી રહેતા હોય ત્યાં.
•••
ડોક્ટરઃ તમે આવવામાં મોડું કરી દીધું.
ચિંટુઃ શું વાત કરો છો ડોક્ટર સાહેબ? મારી પાસે કેટલો સમય બચ્યો છે?
ડોક્ટરઃ અરે ભાઈ, તમે મરી નથી જવાના... 6 વાગ્યાની એપોઈન્ટમેન્ટ હતી અને 8 વાગ્યે આવ્યા છો.
•••
સાસુઃ વહુ બેટા, પડોશની સુષમા એક નંબરની જુઠ્ઠી છે. તેની વાતો પર વિશ્વાસ ના કરતી. સવારે એ તને શું કહેતી હતી?
વહુઃ મમ્મી, એ એમ કહેતી હતી કે તારા સાસુ બહુ ભલાં છો.
•••
પુત્ર (ફોન પર)ઃ મા, આજે અમે બેમાંથી ત્રણ થઇ ગયા.
માતાઃ વાહ દીકરા, અભિનંદન. બાબો આવ્યો કે બેબી?
પુત્રઃ ના મા, તમારી પુત્રવધુએ બીજા લગ્ન કરી લીધા છે.
•••
જજઃ તું એક જ દુકાનમાં ત્રણ વખત ચોરી કરવા કેમ ગયો?
ચોરઃ સર, મેં તો પહેલી વારમાં જ મારી પત્ની માટે ડ્રેસની ચોરી કરી લીધી હતી. એ પછી બે વખત તો મારે ખાલી ડ્રેસનો કલર બદલવા જવું પડયું ને પોલીસે મને પકડી લીધો.
•••
બીજા દેશોમાં ડોક્ટરોની એપોઈન્ટમેન્ટ મળતી નથી, જ્યારે આપણે ત્યાં લોકોને પકડી પકડીને એમની હાર્ટ સર્જરી કરી નાંખે છે. આનાથી વધારે કેટલો ‘વિકાસ’ જોઈએ છે તમારે?
•••
શિક્ષક: બોલો, સૌથી વધારે નશો શેમાં હોય છે?
વિદ્યાર્થીઓ: પુસ્તકમાં...
શિક્ષક: કઇ રીતે?
વિદ્યાર્થી: જેવી ચોપડી ખોલીએ છીએ કે તરત જ આંખો ઘેરાવા લાગે છે.
•••
ડોક્ટર: તું રોજ સવારે ક્લિનિક બહાર ઊભો થઇને મહિલાઓને કેમ તાકે છે?
ગપ્પુઃ તમે જ તો લખ્યું છે મહિલાઓને જોવાનો સમય સવારે 9 થી 11!
•••
ડોક્ટર (દર્દીને)ઃ જો તું મારી દવાથી સાજો થઇ ગયો છે, બોલ મને શું ઇનામ આપીશ?
દર્દીઃ સાહેબ હું તો ગરીબ માણસ છું. કબર ખોદવાનું કામ કરું છું, તમારી મફત ખોદી આપીશ.
•••
ચંગુ (દાદીને): દાદી તમે એક્ટિંગ પણ કરો છો?
દાદી: ના બેટા, પણ તું કેમ પૂછે છે?
ચંગુ: મમ્મી સવારે કહેતી હતી કે તમે અહીં રહેશો તો ચોક્કસ નાટક થશે.
•••