હાસ્ય

જોક્સ

Wednesday 08th January 2025 05:37 EST
 
 

ચંગુઃ અલ્યા, મારા કાનનું ઓપરેશન થઈ ગયું. આ જો ડોક્ટરે મને નવો કાન ફિટ કરી આપ્યો.
મંગુઃ Happy New Ear!
•••
પ્રેમજીને એના મિત્રએ પૂછ્યછયુંઃ ‘સાળી અને ઘરવાળીમાં શો ફર્ક છે?!’
પ્રેમજીની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં. ભારે અવાજે એણે જવાબ આપ્યો, ‘જે જોડાં સંતાડે એ સાળી અને જે જોડાના છુટ્ટા ઘા કરે એ ઘરવાળી...!'
•••
એક સ્પર્ધામાં કમાલનો પ્રશ્ન પૂછાયો હતોઃ એક એવું વાક્ય લખો જેમાં મૂંઝવણ, જિજ્ઞાસા, ભય, શાંતિ, ક્રોધ અને ખુશી એમ તમામની અનુભૂતિ એકસાથે થાય.
સવાલનો જવાબઃ મારી પત્ની મારી સાથે વાત કરતી નથી!
•••
સન્તાઃ બન્તા, તું આ બે શબ્દ સમજી લઈશને તો જીવનમાં તારી સામે ઘણા દરવાજા ખુલી જશે.
બાન્તાઃ એમ? કયા બે શબ્દો?
સાન્તાઃ ‘Push’ અને ‘Pull’!
•••
પત્ની: ઊઠો, સવાર થઈ ગઈ છે.
પતિ (વ્હાલથી)ઃ મારી આંખ નથી ખૂલતી. એવું કંઈક બોલ કે ઊંઘ ઊડી જાય.
પત્ની: રાત્રે તમે જે ‘જાનુ’ સાથે ચેટિંગ કરતા હતા એ હું જ હતી.
•••
ટીચર: એવું કોઈ વાક્ય સંભળાવ કે જેમાં હિન્દી, ઉર્દૂ, પંજાબી અને અંગ્રેજી શબ્દો એકસાથે આવતા હોય.
સ્ટુડન્ટઃ ઇશ્ક દી ગલી વિચ નો એન્ટ્રી...
•••
સોનુ અને મોનુ વાતો કરી રહ્યા હતા.
સોનુ: મને બે પ્રકારની છોકરીઓ જરાય નથી ગમતી.
મોનુ: કેવા પ્રકારની?
સોનુઃ મારી સાથે વાત ના કરતી હોય એવી અને બીજા છોકરાઓ સાથે વાત કરતી હોય એવી.
•••
પિતા (પુત્રને): જો બેટા જીવનમાં જુગાર ક્યારેય ના રમતો, તે એવી આદત છે જેમાં આજે જીતીશ તો કાલે હારીશ, પરમ દિવસે જીતીશ તો તે પછીના દિવસે હારી જઈશ.
પુત્રઃ સારું પપ્પા, હું એકાંતરા દિવસે રમીશ.
•••
શિક્ષકઃ તેણે કપડા ધોયા અને તેણે કપડા ધોવા પડ્યા, આ બે વાક્ય વચ્ચેનું અંતર જણાવો.
ચંગુ: સાહેબ, પહેલા વાક્યમાં કર્તા પરિણીત નથી અને બીજા વાક્યમાં કર્તા પરિણીત પુરુષ છે!
•••
ચંગુએ આકરી તપસ્યા કરી અને પ્રસન્ન થઈને ભગવાને દર્શન આપ્યા અને કહ્યું: ‘બોલ વત્સ શું જોઈએ છે?’
ચંગુ: પ્રભુ, સિસ્ટમથી ચાલો... પહેલા તો તપસ્યા ભંગ કરવા અપ્સરાઓ આવતી હતી એ આ વખતે કેમ ન આવી?
•••


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter