હાસ્ય

Wednesday 15th January 2025 06:48 EST
 
 

પતિઃ 15 વર્ષમાં પહેલીવાર આજે એલાર્મથી મારી ઊંઘ ઊડી હતી.
મિત્રઃ કેમ? તને એલાર્મ સંભળાતું નહોતું?
પતિ: ના, આજે સવારે મને જગાડવા મારી પત્નીએ મને છૂટું એલાર્મ માર્યું હતું.
•••
ચંગુ (મંદિરમાં): હે પ્રભુ, હે ભગવાન મને સરકારી નોકરીએ લગાવી આપો...
ભગવાન: વત્સ, તું ખાલી હાથ કેમ આવ્યો? નાળિયેરે કે પ્રસાદ નથી લાવ્યો?
ચંગુ: પ્રભુ, તમે કર્મ કરો, ફળની આશા છોડી દો.
•••
પતિદેવ ઘરમાં નવરા બેઠા બેઠા ગીત ગાતા હતા ‘ગોવિંદ બોલો... હરિ, ગોપાલ બોલો...’ આ સાંભળીને પત્ની બોલી ‘ગોવિંદ બોલો કે ગોપાલ બોલો આજે જમવાનું જોઈતું હોય તો પહેલા જલદીથી લસણ ફોલો...’
•••
અમેરિકનઃ તમે ભારતમાં વીજળીના વાયર આટલે ઊંચા કેમ રાખો છો?
ભૂરોઃ એ તો અમારા ઘરની મહિલાઓ તેના પર કપડાં ના સૂકવે એટલે!
•••
એક વ્યક્તિ કપડાંની દુકાનમાં ગઈ.
ગ્રાહક: એક લેડીઝ ડ્રેસ બતાવોને...
દુકાનદારઃ સાહેબ, પત્ની માટે જોઈએ છે કે પછી ભારેમાં બતાવું?
•••
પત્ની: સાંભળો છો? બે કિલો વટાણા
લઈ લઉં?
પતિ: હા લઈ લે. જેમ ઠીક લાગે એમ કર.
પત્ની: અભિપ્રાય નથી માગતી. પૂછું છું કે એટલા ફોલી આપશો કે ઓછા લઉં?
•••
બેંક મેનેજર: આ કેવી સહી છે?
ભૂરોઃ આ મારા દાદીની સહી છે.
બેંક મેનેજર: આવી વિચિત્ર સહી? એમનું નામ શું છે?
ભૂરોઃ જલેબીબાઈ.
•••
સોનુ: દુનિયામાં દિવાળી કરતાં પણ મોટો તહેવાર કયો?
મોનુ: ઘરવાળી.
સોનુ: હેં?!
મોનુ: તો શું? અઠવાડિયામાં 3-4 વાર તો મનાવવી જ પડે છે.
•••
શિક્ષક: ઇરાદો મજબૂત હોય તો માનવી પથ્થરમાંથી પણ પાણી કાઢી શકે છે.
મનિયો: અરે, સાહેબ... હું તો લોખંડમાંથી પણ પાણી કાઢી શકું છું.
શિક્ષક: એ વળી કઈ રીતે?
મનિયોઃ હેન્ડ પંપમાંથી!
•••
શિક્ષક: બોલો 4 વત્તા 4 કેટલાક થાય?
મનિયો: 10 થાય, સાહેબ.
શિક્ષક: આઠ થાય, ખબર નથી પડતી?
મનિયો: અમે દિલદાર છીએ સાહેબ, બે પોતાના તરફથી ઉમેરી દીધા છે.

•••


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter