તમારી પત્ની તમારો ફોન ચેક કરતી હોય ત્યારે તમને જે લાગણીઓ થાય છે, તે જ HMPV-1 વાયરસનાં લક્ષણો છે. જેમ કે,
- શ્વાસ લેવામાં તકલીફ થવી
- પુષ્કળ પરસેવો વળવો
- એકાએક નબળાઈ જેવું લાગવું
- માથામાં સણકા ઉપડવા
અને..
પત્ની જ્યારે પૂછે છે કે, ‘આ શીતલ કોણ છે?’ ત્યારે સૂકી ઉધરસ શરૂ થઈ જાય છે.
•••
કોઇ પણ નવો વાયરસ આવે ત્યારે તેનો ચેપ માણસો કરતાં શેરબજારને તરત જ લાગી જાય છે.
મહેરબાની કરીને કોઈ શેરબજાર માટે કોઈ વેક્સિન શોધો!
•••
હજુ તો માંડ આધાર અને પેન કાર્ડને લિન્ક કરવાના, રાશન કાર્ડનું ઇ-કેવાયસી કરવાના, ફલાણા-ઢીંકણા વેરીફિકેશન કરાવવાનાં કામોમાંથી નવરા પડયા હતા.
... ત્યાં હવે નવી જાતનું વેરીફિકેશન આવી પડ્યું છે.
ઠંડીની સિઝનમાં કાન-ટોપી, મફલર, શાલ ઓઢીને ફરનારા લોકોએ હવે શેરીના કૂતરાઓ પાસે ‘ફેસ વેરીફિકેશન’ કરાવવું પડે છે. જો આ ન કરાવીએ તો મારા બેટા આપણું ઘર હોય તે શેરીમાં પણ ઘૂસવા દેતા નથી!
•••
શિક્ષક: ચંગુ તું ભણવામાં બહુ નબળો છે, આમ કેમ ચાલશે? તારી ઉમરમાં હું અઘરામાં અઘરા દાખલા જાતે ગણી લેતો હતો
ચંગુ: તમને સારા શિક્ષક મળ્યા હશે સાહેબ, તમારા જેવા નહીં!
•••
મહિલા સવારે પથારીમાંથી ઊઠતાં જ મેકઅપ કરી રહી હતી, ત્યારે જ તેનો પતિ પણ જાગી ગયો.
પતિ: સવારના પહોરમાં મેકઅપ?!
મહિલા: ચૂપ રહો, ફોન ખોલવો છે. ફેસલોક મેકઅપ કરું છું.
•••
પતિ: આ શીરામાં ખાંડ ઓછી છે.
પત્ની: એમ? પણ મેં તો ઉપમા બનાવ્યો હતો, ખાંડ ક્યાંથી આવી?
પતિ: તો પછી ઉપમામાં મીઠું વધારે છે.
•••
દર્દી: ડોક્ટર સાહેબ, તમને ખાતરી છે કે મને મેલેરિયા જ થયો છે? મેં એક દર્દી વિશે વાંચ્યું હતું કે ડોક્ટર તેને મેલેરિયા હોવાનું સમજીને સારવાર કરતા રહ્યા ને તેનું મોત થયું ત્યારે ખબર પડી કે એને તો ટાઇફોઇડ હતો.
ડોક્ટર: ચિંતા ન કરો, અમારી હોસ્પિટલમાં એવું ક્યારેય નથી થતું. જો અમે કોઈની મેલેરિયાની સારવાર કરીએ તો તે મેલેરિયાથી જ મરે છે.
•••
છોકરી: જાનુ, ગૂગલ મેલ છે કે ફીમેલ?
છોકરો: ફીમેલ, કારણ કે વાક્ય પૂરું થાય તે પહેલા જ સજેશન શરૂ કરી દે છે.
•••