ભિખારી: સાહેબ હું મારા પરિવારથી વિખૂટો પડી ગયો છું, તેમની પાસે જવા માટે મને 250 રૂપિયા આપો.
વ્યક્તિઃ ક્યાં છે તારો પરિવાર?
ભિખારી: સામે મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ જોવા ગયો છે!
•••
છોકરાવાળા: અમારા છોકરામાં એમ તો કોઇ ખામી નથી પરંતુ હસતી વખતે તેના દાંત ખરાબ દેખાય છે.
છોકરીવાળા: કોઇ ચિંતા ન કરો, લગ્ન પછી અમારી છોકરીએ એને હસવા જ નહીં દે!
•••
ટિનિયોઃ તું સ્કૂલે કેમ નથી જતો?
મનિયોઃ અરે જઉં તો છું પણ તેઓ મને મારીને ભગાડી દે છે!
ટિનિયો: કેમ ભગાડી દે છે?
મનિયોઃ કહે છે કે ભાગ, અહીંથી ગર્લ્સ સ્કૂલમાં તારું શું કામ છે!
•••
થોડી વાર પહેલા જ હું કારમાં પેટ્રોલ પુરાવવા પેટ્રોલ પંપ ગયો હતો. મેં પંપવાળાને કહ્યું, ‘ભાઈ, દિલ્હીમાં આમ આદમી પાર્ટીને જેટલી બેઠકો આવી છે એટલા લિટર ભરી દો!’ પંપવાળો મારો બેટો વધારે હોંશિયાર નીકળ્યો. મને કહે, ‘સાહેબ... મીટરમાં કોંગ્રેસ ચેક કરી લો.’
•••
પાપ ધોવા માટે મહાકુંભમાં જવાની જરૂર જ નથી. તમારાં બધાં પાપ પોતાની પત્નીને જણાવી દો. એ ઘરમાં બેઠાં બેઠાં જ તમારાં પાપ ભેગાભેગી તમારી ધોલાઈ પણ કરી નાખશે!
•••
પત્ની: લગ્ન પહેલાં તો તમે દરરોજ મંદિરે જતા હતા, હવે શું થઈ ગયું છે?
પતિ: કંઇ નહીં, જ્યારથી લગ્ન થયા છે ત્યારથી ભગવાન પરથી ભરોસો જ ઊઠી
ગયો છે...!
J J J
ચંગુ: મહિલાઓ પાસે જો અલ્લાઉદ્દીનનો ચિરાગ હોત તો જિન શું કરતો હોત?
મંગુ: કંઈ નહીં, કાં તો મેથી વીણતો હોત કે પછી વટાણા ફોલતો હોત!
•••
ચંગુ: માનવીનું મગજ આમ તો 24 કલાક કામ કરતું રહે છે પણ જીવનમાં માત્ર બે વાર બંધ થાય છે.
મંગુ: બે વાર? ક્યારે?
ચંગુ: એક પરીક્ષામાં અને બીજું પત્ની પસંદ કરતી વખતે!
•••
મુંબઈ-બેંગકોક પ્લેનની ટિકિટ મુંબઈ-પ્રયાગરાજની પ્લેન ટિકિટ કરતા અડધા ભાવે મળે છે. એટલે જ તો કહે છેને કે - પાપ કરવા સસ્તાં છે, પાપ ધોવા મોંઘા છે!
•••