ચંગુ: મહિલાઓ પાસે જો અલ્લાઉદ્દીનનો ચિરાગ હોત તો જિન શું કરતો હોત?
મંગુ: કંઈ નહીં, કાં તો મેથી વીણતો હોત કે પછી વટાણા ફોલતો હોત!
•••
ચંગુ: માનવીનું મગજ આમ તો 24 કલાક કામ કરતું રહે છે પણ જીવનમાં માત્ર બે વાર બંધ થાય છે.
મંગુ: બે વાર? ક્યારે?
ચંગુ: એક પરીક્ષામાં અને બીજું પત્ની પસંદ કરતી વખતે!
•••
મુંબઈ-બેંગકોક પ્લેનની ટિકિટ મુંબઈ-પ્રયાગરાજની પ્લેન ટિકિટ કરતા અડધા ભાવે મળે છે. એટલે જ તો કહે છેને કે - પાપ કરવા સસ્તાં છે, પાપ ધોવા મોંઘા છે!
•••
ચંગુ: યાર એક વાત તો જણાવ, લગ્નમાં સાત ફેરા લેતી વખતે ચક્કર તો નથી આવતા ને?
મંગુ: તે વખતે તો નથી આવતા પણ પછી આખી લાઇફ આવે છે!
•••
ભીખોઃ રઘલા, કુંભના મેળામાં ડૂબકી લગાવતી વખતે મોઢું કઈ દિશામાં રાખવું?
રઘલોઃ જે બાજુએ પહેરવાનાં કપડાંનો થેલો રાખ્યો હોય એ દિશામાં...! નહીંતો પછી વગર દીક્ષાએ નાગા બાવા બનવું પડે!
•••
પતિ: આ અરીસો તારા કારણે તૂટ્યો છે
પત્ની: ના તારા કારણે તૂટ્યો છે, મેં જ્યારે ફૂલદાની મારી ત્યારે તમે ખસ્યા કેમ? તમે ના ખસત તો અરીસો ના તૂટત.
•••
ચંગુ: પહેલા હું ખૂબ ગરીબ હતો પછી મારા મિત્રના કહેવા પર મેં સટ્ટો લગાવ્યો હતો... આજે મારા ઘરે 3 સ્કોપિયો અને એક જીપ આવી છે.. મને પોલીસ સ્ટેશન લઈ જવા માટે!
•••
મનિયો: ભાઈ એક શાયરી સાંભળ સંભળવાવું છું.. મજા આવશે
ટીનિયો: હા.. હા સંભળાવ
મનિયો: ઇશ્ક અધૂરા હૈ તો.. અધૂરા હી રહને દો પૂરા હો ગયા તો ઘરમેં ઝાડું-પોંછા કરવાયેગા
•••
ડોક્ટર (દર્દીને): હવે કેમ છે? દારૂ પીવાનું બંધ કર્યું કે નહીં?
દર્દી: બંધ કર્યુને સાહેબ, પણ કોઈ રિક્વેસ્ટ કરે તો એકાદ પેગ પી લઉં છું
ડોક્ટર: આ તમારી સાથે કોણ છે?
દર્દી: એમને રિક્વેસ્ટ કરવા સાથે રાખ્યા છે
•••
સોનૂએ પતિને કહ્યું: જો તમારા વાળ આમને આમ ખરતા રહેશે તો હું તમને છૂટાછેડા આપી દઇશ
પતિ: હે ભગવાન, હું ક્યારનો તેમને બચાવવા પ્રયાસ કરતો હતો
•••