પિન્ટુએ પપ્પુને કહ્યુંઃ જન્મ બાદ માનવીની આંખ ક્યારે ઉઘડે છે?
પપ્પુઃ ગાયની તરત જ, બકરીની બે કલાક બાદ, બિલાડીની છ દિવસ બાદ તેવી જ રીતે માનવીની પણ તરત ઉઘડે છે.
ચંગુઃ ખોટું. માનવીની આંખ લગ્ન બાદ ઉઘડે છે
•••
છોકરીઃ તમે શું કરો છો?
છોકરોઃ નારી સન્માન સેવાનું કામ કરું છું.
છોકરીઃ વાહ, શું તમે સોશિયલ વર્કર છો?
છોકરોઃ ના, ફેસબુક પર છોકરીઓના ફોટાને લાઈક કરું છું.
•••
હજુ ધાબાના છ–સાત પગથિયાં જ ચડ્યો હતો ત્યાં જ ભાભીએ કહ્યુંઃ ક્યાં જાવ છો?
દિયરઃ ચકલીઓને ચણ નાંખવા માટે.
ભાભીઃ રહેવા દો દિયરજી. તમારી ચકલી અઠવાડિયા માટે નાના - નાનીને ઘરે ગઈ છે.
•••
પત્ની ઘરે ટીવી જોતી હતી.
પતિ: શું જોઈ રહી છે?
પત્ની: કૂકિંગ શો.
પતિ: આખો દિવસ કૂકિંગ શો જોવે છે તો પણ રસોઈ બનાવતા તો આવડ્યું નથી.
પત્ની. તમે. કૌન બનેગા કરોડપતિ જુઓ છો, મેં કંઈ કહ્યું?
પતિ ચૂપ થઈ ગયો.
•••
ચંગુ પોલીસ સ્ટેશને ગયોઃ ઇન્સ્પેક્ટર સાહેબ મને મદદ કરો, એક વ્યક્તિ રોજ મને ફોન પર ધમકી આપે છે!
ઇન્સ્પેક્ટર: એમ, કોણ ધમકી આપે છે?
ચંગુ; મારી ગર્લફ્રેન્ડનો પતિ
•••
પતિ-પત્ની ફિલ્મ જોવા જવાના હતા પતિ ઘરની બહાર લાંબા સમયથી રાહ જોતો હતો
પતિ (બરાડીને): અરે હજુ કેટલી વાર છે?
પત્ની (ગુસ્સામાં): બરાડા કેમ પાડો છો? એક કલાકથી કહું તો છું પાંચ જ મિનિટમાં આવું છું
•••
પત્ની: જો હું ખોવાઈ જાઉં તો શું કરશો
પતિ: હું છાપામાં જાહેરાત આપીશ
પત્ની: તમે કેટલા સારા છો. જાહેરાતમાં શું લખશો?
પતિ: બસ આટલું જ લખીશ, જ્યાં પણ રહે ત્યાં ખુશ રહેજે.
•••
રાજેશ: તારા ઘરમાંથી કાયમ હસવાનો અવાજ આવે છે. આટલી ખુશીનું રહસ્ય શું છે?
નરેશ: મારી પત્ની મને જૂતાં મારે છે. વાગી જાય તો એ હસે છે, ના વાગે તો હું હસું છું.
•••