પતિ: સ્પોર્ટ્સ ચેનલ લગાવ.
પત્ની: નહીં લગાવું...
પતિ: તો હું જોઈ લઈશ.
પત્ની: શું જોઈ લેશો?
પતિ: અરે, તું જે ચેનલ જુવે છે તે જ ચેનલ જોઈ લઈશ.
•••
પિન્ટુ: નાનપણથી જ સારો માનવી બનું તેવો શોખ હતો પણ...
બન્ટુ: પણ શું? કેમ ના બન્યો?
પિન્ટુ: બાળપણ સમાપ્ત, શોખ પણ સમાપ્ત.
•••
જિગોઃ આ સાહેબને શું થયુ છે. કેમ વાંકા વાંકા ચાલે છે?
ભૂરોઃ દરરોજ આવીને આપણને સોટીઓ મારે છે એનું પરિણામ.
જિગોઃ એટલે?
ભૂરોઃ ગઈકાલે મેં એમના ટિફિનમાં બે ચોકલેટ અને એક ચિઠ્ઠી મૂકી હતી. ચિઠ્ઠીમાં લખ્યું હતુંઃ ‘જાનુ, બંને ચોકલેટ તું જ ખાજે... પેલી ચૂડેલને ના આપતો.’
•••
પત્ની (અરીસામાં જોતા): પહેલા મારું ફિગર પેપ્સીની બોટલ જેવું હતું.
પતિ: અરે એમ નિરાશ ના થા. હજુ પણ એવું જ છે.
પત્ની: એમ. ખરેખર?
પતિ: હા, પહેલાં નાની બોટલ જેવું હતું અને હવે 2 લિટરની બોટલ જેવું છે, બસ એટલો જ ફરક છે.
•••
ચંગુ તાંત્રિક પાસે ગયો: બાબા કોઈ સુંદર છોકરીનો હાથ મેળવવા શું કરું?
તાંત્રિક: કોઈ મોલની બહાર મહેંદી લગાવવાનું કામ શરૂ કરી દે.
લીલીઃ ક્વોરન્ટાઈન જેવો બીજો કોઈ ભયાનક શબ્દ ખબર છે?
ભૂરોઃ વેલેન્ટાઈન.
લીલીઃ કેવી રીતે?
ભૂરોઃ એક 14 દિવસ રહે. બીજો 14મીએ આવે છે.
•••
યંગુ: યાર કાલે મેં એક રોકેટ છોડયું તો તે સીધું સૂર્ય સાથે અથડાયું હતું.
મંગુ: એમ! શું વાત કરે છે? પછી શું થયું?
યંગુ: પછી મને માર પડયો હતો.
મંગુ: માર પડયો? કોણે માર્યો?
ચંગુ: અરે સૂર્યની મમ્મીએ!
•••
શિક્ષકઃ આપણે ઘરમાં બોલીએ છીએ તે ભાષાને માતૃભાષા કેમ કહેવાય?
જિગોઃ કારણ કે પિતાને ઘરમાં બોલવાનો અવસર જ મળતો નથી.
•••
લીલીઃ તમે મને કેટલો પ્રેમ કરો છો?
જિગોઃ અઢળક
લીલીઃ ના એવું નહી ઉદાહરણ આપો.
જિગોઃ હું તને એટલો પ્રેમ કરું છું કે, તારું એઠું ઝેર પણ પી શકું.
•••