હાસ્ય

Wednesday 05th June 2024 07:33 EDT
 
 

દર્દી (ડોક્ટરને): સાહેબ તમે આ ચિઠ્ઠીની પાછળ લખેલી દવા મને ક્યાંય નથી મળતી. ડોક્ટરે પ્રિસ્ક્રિપ્શન લઈને ચેક કર્યું અને પછી કહ્યું: અરે એ તો હું મારી પેન ચાલુ છે કે બંધ એ ચેક કરી રહ્યો હતો!
•••
ભૂરોઃ હેલ્લો... આજે સાંજે ઓફિસનું કામ કર્યા પછી શું કરે છે?
લીલીઃ કંઈ ખાસ નહીં... કંઈ પ્લાન છે?
ભૂરોઃ હા, સાહેબે આ ફાઈલ આપી છે. વાંચીને રિપોર્ટ બનાવી દેજે.
•••
છોકરી: જાનુ, ગૂગલ મેલ છે કે ફીમેલ?
છોકરો: બેબી, ગૂગલ ફીમેલ હોય છે.
છોકરી: એમ કઇ રીતે?
છોકરો: કારણ કે વાક્ય પૂરું થાય તે પહેલાં જ તે સજેશન શરૂ કરી દે છે.
•••
એક કંજૂસને વીજળીનો કરંટ લાગ્યો.
પત્ની: તમે ઠીક તો છો ને?
કંજૂસઃ એ બધું છોડ, પહેલાં જઇને મીટર ચેક કર કે કેટલા યુનિટ વધી ગયા છે.
•••
ગર્લફ્રેન્ડે બોયફ્રેન્ડને ફોન કર્યો.
છોકરો: હા બોલ, કેટલાનું રિચાર્જ કરાવું?
છોકરીઃ તને શું લાગે છે હું દરેક વખતે રિચાર્જ કરાવવા જ ફોન કરું છું?
છોકરો: તો બીજું શું છે?
છોકરી: મેં બે ડ્રેસ જોયા છે, તે અપાવી દે.
•••
ચંગુ: લોકો ખોટું કહે છે કે પત્નીઓ પોતાની ભૂલ નથી માનતી
મંગુ: એમ, તારી પત્ની શું કહે છે?
ચંગુ: હંમેશા કહે છે કે તમારી સાથે લગ્ન કર્યા એ મારી મોટી ભૂલ હતી!
•••
નવોઢાએ લગ્નના બીજા દિવસે પતિને કહ્યુંઃ સાંભળો છો, મારે છૂટાછેડા જોઈએ.
પતિ: લગ્નના બીજા દિવસે છૂટાછેડા?!
પત્ની: તો શું, લગ્નના ફોટા પર લાઇક્સ જ નથી મળી.
•••
ચંગુ: ભાઈ, સમોસા ખાઈશ?
મંગુ: ના ભાઈ, આજે મારે ઉપવાસ છે
ચંગુ: અરે મારા તરફથી છે યાર...
મંગુ: એમ... તો મીઠી ચટણી વધુ નખાવજે.
•••
ભૂરોઃ હું એક વખત મંત્રી બની ગયો પછી આખો સમાજ બદલી નાંખીશ.
લીલીઃ પહેલાં તમે આ મારો પ્લાઝો પહેરી લીધો છે એ બદલીને તમારો લેંઘો પહેરો.
•••
ભૂરોઃ માતા અને પત્નીમાં શુ તફાવત છે?
જીગોઃ માતા બોલતાં શીખવાડે અને પત્ની ચૂપ થતાં.
•••


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter