આજે હું એક મસ્ત જાદુ શીખ્યો.
સવારે પાંચ વાગે ઉઠીને તમે ફક્ત પાંચ મિનિટ માટે આંખો બંધ રાખજો.
જેવી તમે આંખો ખોલશોને તો સીધા સાત વાગી ગયા હશે!
•••
બેલેન્સ્ડ ડાયેટ એટલે કે સંતુલિત આહાર વિશે એક સેમિનાર ચાલી રહ્યો હતો.
ભાગ લેનારાઓને પ્રશ્ન પૂછવામાં આવ્યોઃ ‘કઠોળના ફાયદા શું છે એ કોઈ કહેશે?’
એક પતિએ નિર્દોષભાવે જવાબ આપ્યોઃ ‘એમાં સમારવું ન પડે!’
•••
પપ્પુના ઘરે એના દૂરનાં ફોઈ- ફુઆ જમવા આવવાના હતાં. પપ્પા ઈચ્છતા હતા કે મહેમાનની હાજરીમાં પપ્પુ એકદમ સંસ્કારી વર્તન કરે. એમણે કહ્યું, ‘દીકરા, મહેમાન આવે ત્યારે શું બોલવાનું છે, તને ખબર છેને?’
પપ્પુ કહે, ‘ના. મને ખબર નથી.’ પપ્પા કહે, ‘કશો વાંધો નહીં. મમ્મી જે બોલેને એ જ તું બોલજે, બરાબર?’ ફોઈ-ફૂઆ આવ્યાં. બધાં જમવા બેઠાં. પપ્પા કહે, ‘અમારો પપ્પુ તો છેને જમતા પહેલાં ભગવાનને અચૂક પ્રાર્થના કરે, હેંને પપ્પુ? ચાલ, આંખો બંધ કરીને મોટેથી પ્રાર્થના કર તો!’
પપ્પુએ હાથ જોડ્યા, આંખો બંધ કરી અને ભક્તિભાવથી બોલ્યો, ‘હે ભગવાન, આ બોગસ સગાવહાલાઓનું મારે શું કરવું? એ લોકો શું કામ ઘરે જમવા માટે પહોંચી જતા હશે?’
•••
ચંપાઃ અલી, આજે તો જબરું થયું.
ચમેલી: શું?
ચંપા: આજે સવારે હું બેન્ક મેનેજરની કેબિનમાં બેઠી હતી. મેનેજર કહે, તમારી લોન અપ્રુવ થઈ ગઈ છે તો લો, આ તમારો ચેક
લઈ લો.
ચમેલીઃ અરે વાહ...
ચંપાઃ શું વાહ? મેં આભાર પ્રગટ કરતાં કહ્યું, મેનેજર સાહેબ, હું તમારું આ ઋણ જિંદગીભર ચૂકવી નહીં શકું... ને બોલ, મેનેજરે ચેક મારા હાથમાંથી પાછો લઈ લીધો!
•••
ચંપાઃ સ્ત્રીઓ પાણી જેવી નિર્મળ, શાંત, શીતળ હોય છે જ્યારે પુરુષો માટી જેવા સખત અને દરેક મુશ્કેલી સહન કરનારા હોય છે.
જિગોઃ તારી વાત તો સાચી પણ
લગ્ન કરાવો એટલે બંનેની જિંદગી કાદવ જેવી જઈ જાય.
•••
જિગોઃ ભાઈએ પિઝા પાર્સલ કરી આપો.
દુકાનદારઃ સાબ તમે આવા તોફાની વરસાદમાં પણ પિઝા લેવા આવ્યા, પરણેલા છો?
જિગોઃ હજી તને સવાલ થાય છે?
•••